શોધખોળ કરો

Lok sabha 2024 Live Update: રાજકોટમાં રૂપાલા સામે કોંગ્રેસ આ નેતાને ઉતારશે મેદાને,નામ નિશ્ચિત, જાણો ડિટેલ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને સમયે રૂપાલાના વિરોધના કારણે રાજકારણ ગરમાયું છે. તો ભાજપ ડેમેજ કન્ટ્રોલના સતત પ્રયાસ કરી રહ્યું છે.

LIVE

Key Events
Lok sabha 2024 Live Update: રાજકોટમાં રૂપાલા સામે કોંગ્રેસ આ નેતાને ઉતારશે મેદાને,નામ નિશ્ચિત, જાણો ડિટેલ

Background

Lok sabha 2024 Live Update: 2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.

બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.

17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.

15:08 PM (IST)  •  10 Apr 2024

Lok sabha Election 2024: રૂપાલાના વિરોધ વચ્ચે કોંગ્રસની રણનિતી, ક્રોંગ્રેસ આ બેઠક પર ઉતાર્યાં ક્ષત્રિય ઉમેદવારને મેદાને

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે વાઘોડિયા બેઠક માટે કોંગ્રેસે રણનીતિના ભાગ રૂપે ક્ષત્રિય સમાજના રોષનો લાભ લેવા કોંગ્રેસ ક્ષત્રિય ઉમેદવાર  પસંદ કર્યો છે.વાઘોડિયા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે 2 ક્ષત્રિય નામો પસંદ કર્યો છે. કિરણસિંહ પરમાર, કનુભાઈ ગોહિલનું નામ ઉમેદવારની પેનલમાં છે. કનુ ગોહિલ વડોદરા જિ.કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે  તો કિરણસિંહ પરમાર સોખડા બેઠક પરથી જિલ્લા પંચાયતના સદસ્ય છે.

10:55 AM (IST)  •  10 Apr 2024

Lok sabha 2024 Live Update: મહેસાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને લઈને મોટા સમાચાર

મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર માટે  કોંગ્રેસનું મંથન ચાલી રહ્યું છે. આજે સંગઠન પ્રભારી મુકુલ વાસનીકની અધ્યક્ષતામાં ચર્ચા આ બેઠકના ઉમેદવાર માટે ચર્ચા થશે. મહેસાણા લોકસભા અને વિજાપુર વિધાનસભાના ઉમેદવારો અંગે પણ ચર્ચા થશે. મહેસાણા બેઠક પર કોંગ્રેસ ઠાકોર સમાજના ચહેરાને  મેદાને ઉતારી શકે છે.ખાસ કરીને  અલ્પેશ ઠાકોરના જુના સાથી રામજી ઠાકોરનું નામ હાલ ચર્ચામાં છે.  

10:55 AM (IST)  •  10 Apr 2024

Lok sabha 2024 Live Update: શક્તિસિંહ સાથેની બેઠક બાદ મધુ શ્રીવાસ્તવનો હુંકાર

શક્તિસિંહ સાથેની બેઠક બાદ મધુ શ્રીવાસ્તવનો હુંકાર ભર્યો છે.  તેમણે કહ્યું કે, “ટિકિટ તો મારા ગજવામાં છે, ભાજપ સિવાયની પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડવા તૈયાર,કોઈ પક્ષ ટિકિટ નહીં આપે તો અપક્ષ ચૂંટણી લડીશ”

10:54 AM (IST)  •  10 Apr 2024

Lok sabha 2024 Live Update: કેજરીવાલ વિરૂદ્ધ ભાજપનું પોસ્ટર વોર

ભાજપ સતત આમ આદમી પાર્ટી પર નિશાન સાધી રહી છે, કેજરીવાલના જેલવાસ બાદ તેમના પર સતત ભષ્ટ્રાચારના આરોપ લગાવી રહ્યું છે. હવે કેજરીવાલ વિરૂદ્ધ ભાજપનું પોસ્ટર વોર પણ શરૂ થયું છે. 'પોસ્ટર બોય ઓફ કરપ્શન'ના નામથી ભાજપે પોસ્ટર  બનાવ્યું છે. 'જેલ કા જવાબ વોટ સે'ના નામથી AAPનું કેમ્પેઈન શરૂ થયું છે.

10:54 AM (IST)  •  10 Apr 2024

Lok sabha 2024 Live Update: લોકસભા ચૂંટણીને લઈ પ્રદેશ કૉંગ્રેસ જબરદસ્ત એક્શનમાં

લોકસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે. પ્રદેશ કોંગ્રેસ પણ સક્રિય બની છે. પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી આજે અમદાવાદના પ્રવાસે છે. મુકુલ વાસનિક મીડિયા અને વોર રૂમનું  ઉદ્ઘાટન  કરશે. બાદ પ્રદેશના નેતાઓ સાથે વાસનિક એક બાદ એક બેઠક કરશે. પ્રથમ બેઠક સવારે 11.30 વાગ્યે મળશે. જેમાં શક્તિસિંહ, અમિત ચાવડા, શૈલેષ પરમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. બીજી બેઠક બપોરે 12 વાગ્યે મળશે. બેઠકમાં સોશલમીડિયામાં પ્રચારને તેજ કરવા માટે ચર્ચા કરાશે. બપોરે બે વાગ્યે મળશે ત્રીજી બેઠકનું આયોજન છે. આ બેઠકમાં વિધાનસભાના કો-ઓર્ડિનેટર ઉપસ્થિત  રહેશે

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget