શોધખોળ કરો
Advertisement
માયાવતી-અખિલેશ ઈચ્છે તે બનશે આગામી પ્રધાનમંત્રી, જાણો કોણે કર્યો દાવો
લોકસભા ચૂંટણી 2019નું આજે પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. સમાજવાદી પાર્ટીના નેતા ધર્મેંદ્ર યાદવે સોમવારે દાવો કર્યો છે કે ઉત્તરપ્રદેશમાં સપા-બસપા-આરએલડી ગઠબંધનને જનતા વ્યાપક સમર્થન આપી રહી છે. માયાવતી અને અખિલેશ યાદવ જેન ઈચ્છે તે આગામી પ્રધાનમંત્રી બનશે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019નું આજે પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. સમાજવાદી પાર્ટીના નેતા ધર્મેંદ્ર યાદવે સોમવારે દાવો કર્યો છે કે ઉત્તરપ્રદેશમાં સપા-બસપા-આરએલડી ગઠબંધનને જનતા વ્યાપક સમર્થન આપી રહી છે. માયાવતી અને અખિલેશ યાદવ જેન ઈચ્છે તે આગામી પ્રધાનમંત્રી બનશે.
અખિલેશ યાદવના પ્રચારમાં આઝમગઢ પહોંચેલા ધર્મેંદ્ર યાદવે કહ્યું, સપા-બસપા ગઠબંધનની સરકાર બન્યા બાદ જાતી આધારિત જનસંખ્યાના આંકડા સાર્વજનિક કરવામાં આવશે અને સંખ્યાના આધારે અનામત નક્કી કરાશે.
તેમણે કહ્યું, પ્રધાનમંત્રીને લઈને શું ફોર્મ્યૂલા નક્કી થશે, તે હું ન કહી શકું કારણ કે આ નિર્ણય અમારા સીનીયર નેતાઓ કરશે. પરંતુ એટલું જરૂર કહેવા માંગીશ કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમારી ગઠબંધનની નેતા જેને ઈચ્છે તે પ્રધાનમંત્રી બનશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement