શોધખોળ કરો

MP Lok Sabha Election 2024: દિગ્વિજય સિંહ લડશે ચૂંટણી,જ્યોતિરાદિત્ય સિંઘિયા સામે આ દિગ્ગજ નેતાને ઉતરશે મેદાને

MP Lok Sabha Election 2024: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ લોકસભા ચૂંટણી લડશે. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ સીઈસીની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે.

MP Congress Candidate List 2024: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ ફરીથી લોકસભા ચૂંટણી લડશે. સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહ રાજગઢ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.  કોંગ્રેસ વરિષ્ઠ નેતા અરુણ યાદવને ગુના સીટ પરથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સામે મેદાનમાં ઉતારી શકે છે.

 સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં બંને નામોને મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ પૂર્વ કેન્દ્રીય મંત્રી કાંતિલાલ ભુરિયાને પણ ઉમેદવાર બનાવી શકે છે.

 વર્ષ 2020માં જ્યારે મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં મોટું વિભાજન થયું ત્યારે તેનું કારણ રાજ્યસભાની ટિકિટને લઈને દિગ્વિજય સિંહ અને સિંધિયા વચ્ચેની ખેંચતાણ હતી. સિંધિયા કોંગ્રેસથી અલગ થયા અને બે વર્ષ પછી કમલનાથની સરકાર પડી.

ભાજપે રાજગઢ બેઠક પરથી રોડમલ નગરને ટિકિટ આપી છે. ભાજપના રોડમલ નગર રાજગઢ સીટ પરથી હાલમાં સાંસદ છે. તેઓ સતત બે વખત અહીં સાંસદ તરીકે ચૂંટાયા છે. 2014 અને 2019માં જીત મેળવી હતી.

દિગ્વિજય સિંહ ગત ચૂંટણીમાં હારી ગયા હતા

છેલ્લી લોકસભા ચૂંટણી સિંધિયા અને દિગ્વિજય બંને માટે નિરાશાજનક હતી. દિગ્વિજયને ભોપાલ સીટ પર પ્રજ્ઞા સિંહ ઠાકુરે હરાવ્યા હતા. , સિંધિયા, કોંગ્રેસના ઉમેદવાર તરીકે, ગુના સીટ પર ભાજપના કેપી યાદવને તેમના ગઢમાં કારમી હાર આપીને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ વખતે કેપી યાદવની ટિકિટ કપાઈ છે. બીજેપીએ ગુના સીટ પરથી સિંધિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

મધ્ય પ્રદેશમાં લોકસભાની 29 બેઠકો છે અને તેમાંથી ગુનાને હાઈપ્રોફાઈલ સીટ માનવામાં આવે છે. અરુણ યાદવ, જેમને કોંગ્રેસે ટિકિટ આપવાનું લગભગ નક્કી કરી લીધું છે, તે મધ્ય પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે. યાદવ પીઢ ઓબીસી નેતા તરીકે ઓળખાય છે.છેલ્લી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મધ્યપ્રદેશની માત્ર એક છિંદવાડા બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. કમલનાથના પુત્ર નકુલનાથ જીત્યા હતા.

ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, આ 9 ઉમેદવારોના નામ પર લાગી મહોર

બીજેપીએ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. અન્નામલાઈથી લઈને સૌંદરરાજન સુધીના ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળાયો છે.

લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ભાજપે ગુરુવારે (21 માર્ચ) તેના ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી. ભાજપની ત્રીજી ઉમેદવાર યાદીમાં 9 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આ ઉમેદવારોની યાદી તમિલનાડુની લોકસભા બેઠકો માટે છે.આ યાદીમાં તમિલનાડુ બીજેપી ચીફ કે અન્નામલાઈને કોઈમ્બતુર લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે.નોંધનિય છે કે, બે દિવસ પહેલા તેલંગાણાના રાજ્યપાલ પદેથી રાજીનામું આપનાર ત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Rajkot News: ફૂડ ડિલિવરી કંપની zomato ફરી આવી વિવાદમાં, વેજના બદલે નોન વેજ ફૂડ ડિલિવર કરાયાનો આરોપ
Rajkot News: ફૂડ ડિલિવરી કંપની zomato ફરી આવી વિવાદમાં, વેજના બદલે નોન વેજ ફૂડ ડિલિવર કરાયાનો આરોપ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
Bank Jobs 2024: આ બેંકમાં ઓફિસરના પદ પર નીકળી ભરતી, મહિને મળશે 1.50 લાખથી વધુ પગાર
Bank Jobs 2024: આ બેંકમાં ઓફિસરના પદ પર નીકળી ભરતી, મહિને મળશે 1.50 લાખથી વધુ પગાર
Embed widget