શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસ નેતા દિગ્વીજય સિંહે વીજ અધિકારીઓને ધમકાવ્યા , કહ્યું- 'જો પુછ્યા વિના લાઇટ કાપી તો પકડીને જેલ ભેગા કરી દઇશ'
દોરાહામાં કોંગ્રેસની એક રેલી હતી, અહીં રેલીને સંબોધિત કરતાં દિગ્વીજય સિંહે વીજ વિભાગના અધિકારીઓને ધમકાવ્યા હતા. જાહેરમાં દિગ્વીજય સિંહે કહ્યું કે ''જો કારણ વિના કે પુછ્યા વિના વીજ કાપ મુક્યો તો જેલ ભેગા કરી દેવામાં આવશે.'' તેમને કહ્યું કે, રાજ્યમાં વીજળીની કોઇ કમી નથી
ભોપાલઃ લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસની ટિકીટ પર ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા દિગ્વીજય સિંહે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યુ છે. વીજ વિભાગના અધિકારીઓને ધમકાવતા દિગ્વીજય સિંહે કહ્યું કે, કારણ વિના કે પુછ્યા વિના લાઇટમાં કાપ મુક્યો તો જેલ ભેગા કરી દેવામાં આવશે.
દોરાહામાં કોંગ્રેસની એક રેલી હતી, અહીં રેલીને સંબોધિત કરતાં દિગ્વીજય સિંહે વીજ વિભાગના અધિકારીઓને ધમકાવ્યા હતા. જાહેરમાં દિગ્વીજય સિંહે કહ્યું કે ''જો કારણ વિના કે પુછ્યા વિના વીજ કાપ મુક્યો તો જેલ ભેગા કરી દેવામાં આવશે.'' તેમને કહ્યું કે, રાજ્યમાં વીજળીની કોઇ કમી નથી.
દિગ્વીજ સિંહે વીજ કાપને લઇને બીજેપીને પણ ઘેરી, તેમને કહ્યું કે, અમે રાજ્યમાં જે વીજ કંપનીઓ ઉભી કરી છે, તેમાંથી રાજ્યમાં ઘણીબધી વીજળી આવવા લાગી છે. વધુમાં કહ્યું કે, બીજેપીના કેટલાક લોકો વીજ મંડળમાં છે તે લોકો જ વીજળી બંધ કરી દે છે, અને કહે છે કોંગ્રેસ આવી તો વીજળી ગઇ. વીજળીની કમી નથી આ તો બીજેપીના લોકોની ગરબડી છે.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા ચૂંટણીમાં દિગ્વીજય સિંહ કોંગ્રેસની ટિકીટ પર લડી રહ્યાં છે, તો બીજેપીએ તેમને ટક્કર આપવા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર મેદાનમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement