શોધખોળ કરો
વિવાદાસ્પદ નિવેદન મામલે યોગી-માયાવતીને ECની નોટીસ, 24 કલાકમાં માંગ્યો જવાબ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સુપ્રિમો માયાવતીને તેમના વિવાદાસ્પદ નિવેદન બદલ ચૂંટણીપંચે નોટીસ ફટકારી છે. અને આ મામલે 24 કલાકમાં જવાબ માંગ્યો છે.

નવી દિલ્હી: ચૂંટણીપંચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતીને તેમના વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ નોટીસ ફટકારી છે. ચૂંટણીપંચે આ મામલે 24 કલાકમાં જવાબ માંગ્યો છે. ચૂંટણી પંચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ભાષણ દરમિયાન અલી-બજરંગ બલીને લઈને આપેલા નિવેદન અને માયાવતીને મુસ્લિમ મતદાતાઓને કરેલી અપીલને લઈને નોટીસ આપી છે. ઉલ્લેખનીય છે કેૉ મેરઠમાં જનસભાને સંબોધન કરતી વખતે યોગીએ કહ્યું હતું કે “કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન પાર્ટીને અલીમાં વિશ્વાસ છે તો અમારો બજરંગબલીમાં વિશ્વાસ છે. ” આ પહેલા માયાવતીએ દેવબંદમાં રેલીમાં મુસલમાનોને વોટ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું તે મુસ્લિમ કોઈ પણ લાલચમાં આવીને પોતાના મતના ભાગલા ન પડવા દે, પણ બસપા ઉમેદવાર હાજી ફજલુર્રહાનના પક્ષમાં મતદાન કરે. ચૂંટણી આયોગે સીએમ યોગી અને માયાવતીને તેમના આ નિવેદનોના કારણે નોટીસ આપી છે અને 24 કલાકમાં જવાબ આપવા જણાવ્યું છે. ચૂંટણી પંચના આ પગલાથી તેઓની મુશ્કેલીઓ વધી શકે છે.
વધુ વાંચો





















