શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્ર, હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, 21 ઓક્ટોબરે વોટિંગ
પ્રચારના અંતિમ દિવસે તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 વિધાનસભા સીટ પર 21 ઓક્ટોબરે વોટિંગ થશે અને 24 ઓક્ટોબરે પરિણામ આવશે.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ બંધ થઈ ગયા છે. પ્રચારના અંતિમ દિવસે તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 વિધાનસભા સીટ પર 21 ઓક્ટોબરે વોટિંગ થશે અને 24 ઓક્ટોબરે પરિણામ આવશે.
મહારાષ્ટ્રમાં ઘાટકોપરથી બીજેપી ઉમેદવારની સંપત્તિ છે 500 કરોડ રૂપિયા
મહારાષ્ટ્ર ચૂંટણીમાં કુલ 3237 ઉમેદવારો મેદાનમાં છે. જેમની કિસ્મતનો ફેંસલો 8.97 કરોડ મતદાતા કરશે. ચૂંટણી માટે કુલ 96,661 મતદાન કેન્દ્ર બનાવાયા છે. હાલ રાજ્યમાં બીજેપી-શિવસેના ગઠબંધન સરકાર છે. જેમનો મુકાબલો કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સાથે છે. મહારાષ્ટ્રના ચૂંટણી જંગમાં કુલ 1007 ઉમેદવારો કરોડપતિ છે. મુંબઈની ઘાટકોપર સીટ પરતી કિસ્મત અજમાવી રહેલા બીજેપીના પરાગ શાહ સૌથી ધનિક ઉમેદવાર છે. તેની કુલ સંપત્તિ 500 કરોડ રૂપિયાથી વધારે છે.
હરિયાણામાં 1169 ઉમેદવારો મેદાનમાં
હરિયાણા ચૂંટણીમાં કુલ 1169 ઉમેદવારો મેદાનમાં છે. 1.82 કરોડ મતદારો તેમનો ફેંસલો કરશે. હાલ રાજ્યમાં બીજેપી શાસન છે. હરિયાણાના 70 ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે.
ચિલોડા-તપોવન એસ પી રિંગ રોડ પર ટ્રેલરની અડફેટે એકનું મોત, ત્રણ ઘાયલ
IND v SA: રોહિત શર્માએ સદી ફટકારતાં જ લગાવી રેકોર્ડની વણઝાર, જાણો વિગતે
ગુજરાતના કયા વિસ્તારમાં અચાનક જોવા મળ્યો વાતાવરણમાં પલટો? વરસાદ થાય તેવા એંધાણ ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion