Election Fact Check: શું નાગપુર-મુંબઇમાં બન્યો છે ડબલ ડેકર એક્સપ્રેસ વે, જાણો વાયરલ થઇ રહેલા દાવાનું સત્ય
Fact Check: સોશિયલ મીડિયા પર ડબલ ડેકર એક્સપ્રેસનો વીડિયો નાગપુર અને મુંબઈનો હોવાનો વાયરલ થઈ રહ્યો છે. તેને મોદી સરકારનું કામ ગણાવીને વર્તમાન લોકસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે.
Double Decker Expressway Fact Check: લોકસભા ચૂંટણી માટે ત્રણ તબક્કાનું મતદાન થઇ થયુ છે. આ દરમિયાન ભાજપ સરકારના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ડબલ-ડેકર રૉડ દેખાઈ રહ્યો છે, જેના પરથી ઘણા વાહનો પસાર થતા જોવા મળી રહ્યાં છે.
મુંબઇનો બતાવવામાં આવી રહ્યો છે ડબલ ડેકર રૉડ
@Modified_Hindu9 નામના યૂઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (X) પર આ વીડિયો પૉસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું, "આ એવા વિકાસ કાર્યો છે જે તેમને 400થી પાર લઇ જશે." વાયરલ થઈ રહેલી પૉસ્ટમાં આ જગ્યાને મુંબઈ અને નાગપુર કહેવામાં આવી રહી છે.
ખોટા નીકળ્યા દાવા, આ વીડિયો ચીનનો છે
ન્યૂઝ ચેકરે આ વીડિયોની તપાસ કરતાં જાણવા મળ્યું કે તે ભારતનો નહીં પણ ચીનનો છે. આ વીડિયો દ્વારા નાગપુર અને મુંબઈમાં ભાજપ સરકારના કામનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયોની કી ફ્રેમને રિવર્સ સર્ચ કરવા પર જાણવા મળ્યું કે આ વીડિયો ચીનના ગુઆંગ્ડોંગનો છે.
આ જુઓ, અસલી વીડિયો
આ વીડિયો યુટ્યુબ પર 4 એપ્રિલ, 2024ના રોજ એક યૂઝરે પૉસ્ટ કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું, "અહીં ચીનમાં સરકારી અધિકારીઓ તેમનો સમય લોકોની સમસ્યાઓ ઉકેલવા પર કેન્દ્રિત કરે છે."
આ સિવાય આ વીડિયો ચાઇના ટ્રિપ નામની અન્ય યુટ્યુબ ચેનલ પર અપલૉડ કરવામાં આવ્યો હતો. કેપ્શનમાં પણ લખ્યું છે, "ગુઆંગ્ડોંગનો ડબલ ડેકર એક્સપ્રેસવે."
ચીની ડિપ્લોમેટે આ વીડિયોને કર્યો હતો પૉસ્ટ
તપાસમાં યૂનાઇટેડ કિંગડમના બેલફાસ્ટમાં ચીની ડિસ્પોમેટ ઝાંગ મીફાંગની એક પૉસ્ટ મળી, તેમને 2 એપ્રિલ 2024ના પોતાના ઓફિશિયલ હેન્ડલ પરથી તે વીડિયોને પૉસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું- "આવો ચીનના પાયાના માળખાના ઝડપી વિકાસનો અનુભવ કરો, ગુઆંગ્ડોંગમાં આ ડબલ-ડેકર એક્સપ્રેસ શહેરમાં ટ્રાફિકની ભીડને ખુબ ઓછી કરે છે."
તપાસ દરમિયાન એ જ વીડિયો ચાઈના એમ્બેસી-મનીલાના ઓફિશિયલ ફેસબુક પેજ પર જોવા મળ્યો જે નાગપુર અને મુંબઈના નામે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 4 એપ્રિલ, 2024ના રોજ પૉસ્ટ કરવામાં આવ્યો હતો અને તેનું વર્ણન ગુઆંગ્ડોંગના ડબલ ડેકર એક્સપ્રેસવે તરીકે કરવામાં આવ્યું હતું. અહીં વીડિયો જુઓ.
Disclaimer: This story was originally published by Newschecker and republished by ABP Live Hindi as part of the Shakti Collective.