શોધખોળ કરો
Advertisement
ઝારખંડ: ગિરિડીહમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 3 નક્સલીઓ ઠાર, 1 CRPF જવાન શહીદ
સોમવારે સવારે લગભગ 6.15 વાગે રાજ્યના ગિરીડીહના બલ્ભા ઘાટ વિસ્તારમાં સીઆરપીએફની 7મી બટાલિયને નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યુ. આ ઓપરેશન બાદ સીઆરપીએફે 3 નક્સલીઓના મૃતદેહો પ્રાપ્ત કર્યો હતાં
ગિરીડીહઃ ઝારખંડમાં નક્સલ પ્રભાવિત ગિરીડીહમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ, આ અથડામણમાં સીઆરપીએફે 3 નક્સલીઓને ઠાર માર્યા હોવાના સામાચાર છે. જોકે, આમાં એક સીઆરપીએફનો જવાબ પણ શહીદ થયો હતો. નક્સલીઓ પાસેથી મોટા જથ્થામાં વિસ્ફોટક, 1 એકે 47 રાઇફલ, 3 મેગેઝિન અને 4 પાઇપ બૉમ્બ મળી આવ્યા છે.
માહિતી અનુસાર, સોમવારે સવારે લગભગ 6.15 વાગે રાજ્યના ગિરીડીહના બલ્ભા ઘાટ વિસ્તારમાં સીઆરપીએફની 7મી બટાલિયને નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યુ. આ ઓપરેશન બાદ સીઆરપીએફે 3 નક્સલીઓના મૃતદેહો પ્રાપ્ત કર્યો હતાં.
નોંધનીય છે કે, રાજ્યમાં લોકસભા ચૂંટણીનો નક્સલીઓએ પુરેપુરો બહિષ્કાર કરી દીધો છે. પહેલા તબક્કાના મતદાન પહેલા જ નક્સલીઓએ દંતેવાડામાં મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં બીજેપી ધારાસભ્ય સહિત ચાર જવાન શહીદ થઇ ગયા હતા.Giridih: Bodies of 3 Naxals along with 1 AK-47 rifle, 3 magazines & 4 pipe bombs recovered after 7 battalion of CRPF carried out special operations in forest area in Belbha Ghat today wherein an encounter broke out with Naxals. One CRPF personnel lost his life. #Jharkhand pic.twitter.com/J9UK86ME2f
— ANI (@ANI) April 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement