Exclusive: ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરત સોલંકીનો દાવો – કોંગ્રેસ 125 બેઠક પર જીત મેળવશે
5 ડિસેમ્બરે 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન થશે.
Gujarat Elections: આજે બીજા તબક્કા માટે ચૂંટણી યોજાવાની છે. સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થશે જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. તે જ સમયે, રાજ્યમાં 27 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) આ વખતે પણ પોતાની જીતનો દાવો કરી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ (Congress) પરિવર્તનનો ઉલ્લેખ કરીને પોતાની જીતનો દાવો કરી રહી છે. આજ ક્રમમાં આજે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોલંકીએ કહ્યું કે રાજ્યમાં પાર્ટી 125 બેઠકો સાથે જીતશે.
એબીપી ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં ભરત સોલંકીએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસની એકતરફી જીત થશે તેની મને ખાતરી છે. આ સાથે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે. તેમણે એમ પણ કહ્યું કે ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ 125 બેઠકો જીતશે.
લોકો કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે - ભરત સોલંકી
આ દરમિયાન સોલંકીએ ભારતીય જનતા પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, તેઓએ વિકાસ વિશે નથી વિચાર્યું, જનતા વિશે નથી વિચાર્યું, મોંઘવારી વિશે નથી વિચાર્યું, તેથી જ તેઓ જનતાને ગેરમાર્ગે દોરવાના તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતની જનતા હવે બધું જોઈ અને સમજી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ ગમે તે રીતે જનતાને રીઝવવાનો પ્રયાસ કરે, પરંતુ આ વખતે જનતા કોંગ્રેસને સમર્થન આપી રહી છે.
આજે 93 બેઠકો પર મતદાન
આજે રાજ્યના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. જેમાં મધ્ય અને ઉત્તર જિલ્લાની 14 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 61 રાજકીય પક્ષોના 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. રાજ્ય ચૂંટણી સંસ્થાના જણાવ્યા અનુસાર, ઉમેદવારોમાં 285 અપક્ષ ઉમેદવારો છે, જ્યારે બીજા તબક્કામાં ઘણા VIP ઉમેદવારોનું ભાવિ પણ દાવ પર છે.
5 ડિસેમ્બરે 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન
- બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
- પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
- મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
- સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
- અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
- ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
- અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
- આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
- ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
- મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
- પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ : શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
- દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
- વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
- છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)