Fake એકાઉન્ટ્સ પર ફેસબુકની ‘સર્જિકલ સ્ટ્રાઈક’, કોંગ્રેસ સાથે સંકળાયેલા કેટલા પેજ હટાવ્યા, આંકડો જાણીને ચોંકી જશો
ફેસબુકે સ્પષ્ટતા કરી કે, આ પેજમાં પ્રકાશિત કરવામાં આવેલી સામગ્રીના બદલે અપ્રમાણિક જાણકારીના કારણે હટાવવામાં આવ્યા છે. ભારતમાં વિશ્વના સૌથી વધારે 30 કરોડ ફેસબુક વપરાશકર્તા છે. ફેસબુકે કહ્યું કે, અમારી તપાસમાં જાણવા મળ્યું કે, કેટલાક લોકોએ બોગસ એકાઉન્ટ્સ બનાવ્યા અને વિવિધ ગ્રુપ્સ સાથે જોડીને કોન્ટેન્ટ ફેલાવી અને લોકો વચ્ચે સંપર્ક વધારવાનું કામ કર્યું. ફેસબુકે કહ્યું કે, આ ફેક પેજમાં લોકલ ન્યૂઝ ઉપરાંત બીજેપી અને પીએમ નરેન્દ્ર મોદીની આલોચના પણ કરવામાં આવી હતી.Snapshots of Congress IT Cell linked Facebook pages that were shut down today for spreading misinformation and “coordinated inauthentic behaviour in India” according to FB Head of Cybersecurity Nathaniel Gleicher pic.twitter.com/x90ekmO5ZN
— ANI (@ANI) April 1, 2019
ફેસબુકના સાઇબર સિક્યોરિટી પોલિસીના હેડ નાથનેલ ગ્લેચિયરે કહ્યું, લોકોએ તેમની ઓળખ છુપાવીને આ કામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ અમને અમારી તપાસમાં જોવા મળ્યું કે, આવા પેજ કોંગ્રેસના આઈટી સેલના લોકો સાથે સંકળાયેલા હતા. તેમણે કહ્યું કે, આ એકાઉન્ટ્સને કોન્ટેન્ટ નહીં પરંતુ અપ્રમાણિક વ્યવહારના કારણે હટાવવામાં આવી રહ્યા છે.Facebook:The Page admins&account owners typically posted about local news&political issues, incl topics like coming polls,candidate views, the INC& criticism of political opponents including BJP. Our review found that it was connected to individuals associated with an INC IT Cell
— ANI (@ANI) April 1, 2019
ફેસબુકે દૂર કરેલા પેજના બે સેમ્પલ પણ રજૂ કર્યા છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદીની આલોચના કરવામાં આવી છે અને કોંગ્રેસ તથા પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને સમર્થન આપવાની અપીલ કરવામાં આવી છે.Facebook: We removed 687 Facebook Pages & accounts-the majority of which had already been detected&suspended by our automated systems-that engaged in coordinated inauthentic behavior in India &were linked to individuals associated with an IT Cell of the Indian National Congress https://t.co/lWA2BJgUfg
— ANI (@ANI) April 1, 2019
#WATCH Congress reaction on 'Facebook says removing 687 pages, accounts linked to Congress party ahead of polls.' pic.twitter.com/HUWh0yxfzF
— ANI (@ANI) April 1, 2019