શોધખોળ કરો
Advertisement
અમેઠી-વાયનાડથી હારી રહ્યા છે રાહુલ ગાંધી, આગામી વખતે પાડોશી દેશથી ચૂંટણી લડવી પડશેઃ પિયુષ ગોયલ
ગોયલે કહયું કે, અમેઠીમાં સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધીને હાર આપવા જઇ રહી છે અને વાયનાડમાં પણ તેમને હાર મળશે. એટલા માટે ચૂંટણી લડવા માટે તેમને કોઇ પાડોશી દેશની બેઠક શોધવી પડશે
નવી દિલ્હીઃ કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી ચૂંટણીમાં કોઇ પાડોશી દેશમાં ચૂંટણી લડશે કારણ કે અમેઠી અને વાયનાડ બંન્ને બેઠકો પર તેમને કારમી હાર મળશે. ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં ગોયલે કહયું કે, અમેઠીમાં સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધીને હાર આપવા જઇ રહી છે અને વાયનાડમાં પણ તેમને હાર મળશે. એટલા માટે ચૂંટણી લડવા માટે તેમને કોઇ પાડોશી દેશની બેઠક શોધવી પડશે.
ભારતીય જનતા પાર્ટીના નેતા પિયુષ ગોયલે કહ્યું કે, રાહુલ ગાંધીમાં લેફ્ટ પાર્ટીઓ વિરુદ્ધ બોલવાની હિંમત નથી જ્યારે તે વાયનાડમાં સીપીઆઇ વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં છે. ગોયલે કહ્યું કે, અમે સીતારામ યેચુરી સાથે રાહુલ ગાંધીની અનેક તસવીરો જોઇ છે. જ્યારે તેમને લાગ્યું કે, અમેઠીમાં સ્મૃતિ ઇરાની સામે તેમની હાર થશે ત્યારે તેઓ વાયનાડ ચાલ્યા ગયા હતા. વાયનાડમાં તેઓ લેફ્ટ સામે લડી રહ્યા છે અને કહે છે કે તેઓ લેફ્ટની ટીકા નહી કરું. લોકશાહીમાં કોઇ નેતા વિપક્ષ વિરુદ્ધ બોલી નહી શકે તો તે દેશની સેવા કરવા યોગ્ય નથી.
આ મહિને વાયનાડમાં ઉમેદવારીપત્રક ભર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે તેઓ કેમ્પેઇન દરમિયાન સીપીએમ વિરુદ્ધ એક શબ્દ બોલશે નહીં. હું અહી એકતાનો સંદેશ આપવા આવ્યો છું. વાયનાડમાં રાહુલ ગાંધી વિરુદ્ધ લેફ્ટ ડેમોક્રેટિક ફંડે પોતાના મોટા નેતા પીપી સુનીરને મેદાનમાં ઉતાર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion