શોધખોળ કરો
બાબુલ સુપ્રિયો વિરુદ્ધ FIR દાખલ કરવાનો ચૂંટણી પંચનો આદેશ
પોલિંગ બુથમાં બાબુલ સુપ્રિયો પર બળપૂર્વક ઘૂસવાનો અને ચૂંટણી અધિકારીઓને ધમકાવવાનો આરોપ છે.

નવી દિલ્હીઃપશ્વિમ બંગાળના આસનસોલથી ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયો પર ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરી શકે છે. આજે સવારે આસનસોલમાં મતદાન દરમિયાન એક પોલિંગ બુથમાં બાબુલ સુપ્રિયો પર બળપૂર્વક ઘૂસવાનો અને ચૂંટણી અધિકારીઓને ધમકાવવાનો આરોપ છે. આરોપ છે કે બાબુલ સુપ્રિયો આસનસોલના બુથ નંબર 199માં બળજબરીપૂર્વક ઘૂસ્યા હતા. પશ્વિમ બંગાળમાં આજે કુલ આઠ બેઠકો પર મતદાન થયું હતું. આસનસોલમાં ટીએમસી અને ભાજપના સમર્થકો વચ્ચે લડાઇ થઇ હતી. જેમા બાબુલ સુપ્રિયો મતદાન મથકમાં કેટલાક લોકો સાથે લડી પડ્યા હતા. ટીએમસીએ આ મુદ્દા પર સુપ્રિયો વિરુદ્ધ દિલ્હીમાં ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી. ટીએમસીએ ફરિયાદ કરી હતી કે સુપ્રિયોએ બરભનીના મતદાન મથક 199 પર પોલિંગ એજન્ટ સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. ટીએમસીનો આરોપ છે કે સુપ્રિયોએ લોકોને ધમકાવ્યા છે. વાસ્તવમા સુપ્રિયો ભીડ સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા અને બુથની અંદર જ બબાલ થઇ ગઇ હતી. કેટલાક તોફાનીઓએ સુપ્રિયોની કારનો કાચ પણ તોડી દીધો હતો. બાબુલે આરોપ લગાવ્યો હતો કે ટીએમસીના લોકો ગુંડાગર્દી કરી રહ્યા છે અને ભાજપના સમર્થકોને મત આપતા રોકી રહ્યા છે.
વધુ વાંચો





















