શોધખોળ કરો
Advertisement
હાર્દિક પટેલ પર હુમલા બાદ કૉંગ્રેસે ચૂંટણીપંચને લખ્યો પત્ર, વાય પ્લસ કેટેગરીની માંગી સુરક્ષા
સુરેન્દ્રનગરના બલદાણા ગામમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સભા હતી. જેમાં અજાણ્યા શખ્સે સ્ટેજ પર જ હાર્દિકને થપ્પડ મારી દીધી હતી.
અમદાવાદ: સુરેન્દ્રનગરમાં કૉંગ્રેસની સભામાં એક યુવકે કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલને સ્ટેજ પર જઈને લાફો માર્યો હતો. જેને લઈને રાજકારણ ગરમાયું છે. અને આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. હાર્દિક પટેલ પર આ પ્રકારનો હુમલો થતા ગુજરાત કૉંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખીને હાર્દિક પટેલને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાની માંગ કરી છે.
હાર્દિક પટેલે ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે ભાજપ મને મારી નાખવા માંગે છે અને મારા પર હુમલા કરાવે છે. મને પ્રચાર કરતો રોકવા આ ભાજપનું ષડયંત્ર છે. આજે ભાજપના કાર્યકરે મને થપ્પડ મારી કાલે મને ગોળી પણ મારી શકે છે.
સુરેન્દ્રનગરમાં અજાણ્યા શખ્સે હાર્દિક પટેલને સ્ટેજ પર જ મારી દીધી થપ્પડ, જાણો વિગત હાર્દિક પટેલને લાફો મારવા પાછળ તરુણ ગજ્જરે શું આપ્યું કારણ? સ્ટેજ પર હાર્દિક પટેલને થપ્પડ મારનાર યુવક ભાજપનો નેતા છે? જાણો સંપૂર્ણ વિગત સુરેન્દ્રનગરના બલદાણા ગામમાં આજે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સભા હતી. જેમાં હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને પાટીદાર લોકો જોડાયા હતા. જ્યારે હાર્દિક પટેલે સભા ચાલુ કરી ત્યારે અજાણ્યા શખ્સે સ્ટેજ પર જ હાર્દિકને થપ્પડ મારી દીધી હતી. ત્યાર બાદ સ્ટેજ પર ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ઘટના બાદ ત્યાં ઉપસ્થિત લોકોએ લાફો મારનારને બરેહમીથી માર માર્યો હતો. જોકે પોલીસ હુમલાખોરને લોકોમાંથી બચાવી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. સુરેન્દ્રનગરમાં લાફો પડ્યા પછી હાર્દિક પટેલે શું કહ્યું? જુઓ વીડિયોGujarat Pradesh Congress Committee writes to Chief Electoral Officer Gujarat demanding the Election Commission to restore Y+ security for its leader Hardik Patel https://t.co/Cj9MsyKziS
— ANI (@ANI) April 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement