Gujarat Election 2022: મોદી લહેરમાં વિપક્ષના સૂપડાં સાફ, કોંગ્રેસના 42 તો AAP ના 127 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ
ગુજરાતમાં ભાજપના વાવાઝોડા સામે કૉંગ્રેસ સાફ થઈ ગઈ છે. અમદાવાદ શહેર 16 અને જિલ્લાની 5 મળી 21 બેઠક પૈકી 19 બેઠક પર ભાજપની જીત થઈ છે.
Gujarat Election 2022: ચૂંટણીમાં કૉંગ્રેસની એવી તે કારમી હાર થઈ કે કૉંગ્રેસના 42 ઉમેદવાર સહિત 169 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે. કુલ મતદાન કરતા, 16. 66 ટકા વોટ ન મળ્યા હોય, તેવા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે. જેના કારણે કૉંગ્રેસના 42 અને આમ આદમી પાર્ટીના 127 ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઈ છે. ઉમેદવારની ડિપોઝિટ ડુલ થઈ તેમા કૉંગ્રેસના અમીબેન યાજ્ઞિક પણ સામેલ છે. અમીબેન ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલ સામે લડી રહ્યાં હતા.
ઝોન પ્રમાણે પરિણામ
ગુજરાતમાં ભાજપના વાવાઝોડા સામે કૉંગ્રેસ સાફ થઈ ગઈ છે. અમદાવાદ શહેર 16 અને જિલ્લાની 5 મળી 21 બેઠક પૈકી 19 બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે કૉંગ્રેસને માત્ર બે જ બેઠક મળી છે. તો એક માત્ર પોરબંદર જિલ્લાને બાદ કરતા, તમામ જિલ્લામાં ભાજપને ભવ્ય જીત મળી છે. પોરબંદર જિલ્લાની એક બેઠક પરથી કૉંગ્રેસ.જ્યારે બીજી બેઠક પરથી સમાજવાદી પાર્ટીની જીત થઈ છે.
તો કચ્છ જિલ્લાની 6 બેઠક પર લહેરાયો ભાજપનો ભગવો લહેરાયો છે. 1995 બાદ પહેલીવાર તમામ બેઠક જીતવામાં ભાજપને મળી સફળતા. તો જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠક પરથી 3 બેઠક પર કમળ ખીલ્યું છે. જ્યારે એક બેઠક કૉંગ્રેસને ફાળે ગઈ છે. તો એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે આવી છે.
અમરેલી જિલ્લામાં 2017ની ચૂંટણીમાં ભાજપનો થયો હતો સફાયો. પાંચેય બેઠક પર કૉંગ્રેસની થઈ હતી જીત. 5 વર્ષ બાદ ભાજપે બદલો લીધો છે. 2022માં પાંચેય બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે.
બનાસકાંઠા જિલ્લો જ્યાં ભાજપ અને કૉંગ્રેસ બંનેને મળી સમાન સફળતા. જિલ્લાની 9 બેઠકમાંથી 4 બેઠક પર ભાજપની થઈ જીત. તો 4 બેઠક પર કૉંગ્રેસની થઈ જીત. જ્યારે એક બેઠક અપક્ષના ફાળે આવી છે.
તો મહેસાણા અને પાટણ જિલ્લાની વાત કરીએ તો ત્યાં ભાજપે શાનદાર દેખાવ કર્યો છે. મહેસાણા જિલ્લાની 7 બેઠક પૈકી 6 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે એક માત્ર વીજાપુર બેઠક કૉંગ્રેસના ફાળે આવી છે. અહીથી કૉંગ્રેસના ધારાસભ્યપદે ચૂંટાયા સી. જે. ચાવડા. તો પાટણની કુલ 4 બેઠક પૈકી 2 બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે 2 બેઠક પર કૉંગ્રેસની જીત થઈ છે.
સુરત શહેરમાં ભાજપને રિપિટ થિયરી ફળી છે. સુરત શહેરની 12 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે. તો સુરત જિલ્લામાં પણ ભાજપનો દબદબો છે. ઓલપાડથી મુકેશ પટેલ 1 લાખ 15 હજારની લીડથી જીત્યા છે. માંગરોળ બેઠક પરથી ગણપત વસાવાની જીત થઈ છે.
અરવલ્લી જિલ્લોમાં કુલ 3 બેઠક હતી જ્યાં 3 પૈકી 2 બેઠક ભાજપના ખાતામાં આવી. જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર ચૂંટાયા છે.