Gujarat Elections Result: ગુજરાતમાં 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે શપથવિધિ યોજાશે, PM મોદી અને અમિત શાહ રહેશે હાજર
સી.આર.પાટીલે કહ્યું, ગુજરાતના લોકોના આશીર્વાદથી ભાજપનો વિજય થયો.
Gujarat Elections Result: ગુજરાતમાં ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. બપોરે 2.30 કલાક સુધીના વલણમાં ભાજપ 157 સીટ પર આગળ છે જ્યારે કોંગ્રેસ 16 સીટ પર આગળ છે અને આમ આદમી પાર્ટી પાંચ પર અને અન્ય બે સીટ પર આગળ છે. ભાજપની જીત નિશ્ચીત છે ત્યારે હવે શપથવિધીને લઈને માહિતી સામે આવી છે.
ગુજરાત બીજેપીના વડા સીઆર પાટીલે કહ્યું, "ગુજરાતના મુખ્યમંત્રી 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે." ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધી કાર્યક્રમ યોજાશે.
શું કહ્યું સી.આર.પાટીલે
સી.આર.પાટીલે કહ્યું, ગુજરાતના લોકોના આશીર્વાદથી ભાજપનો વિજય થયો. ૨૭ વર્ષ પછી ફરીથી ભારતીય જનતા પાર્ટી ૫ વર્ષ માટે સરકાર બનાવવા જઈ રહી છે. આ વિજય માં હું નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. આ વિજયના શિલ્પકાર નરેન્દ્ર મોદી છે, જેમને કઠોર પરિશ્રમ કર્યો. નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતા દિલથી ચાહે છે. અમિત શાહ નો પણ આભાર વ્યક્ત કરું છું, જેમને ૩૩ સભા કરી, રોડ શો કર્યા. જેપી નડ્ડાનો પણ આભાર વ્યક્ત કરું છું, જેમણે અમારું માર્ગદર્શન કર્યું. ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પ્રચાર માટે આવ્યા તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વિકાસ ભાજપની ડબલ એન્જિનવાળી સરકાર કરી શકે તેનું ઉદાહરણ આ પરિણામ છે. ગુજરાતમાં બીજી પાર્ટીએ ઘણા વચનો કર્યા, વાતો કરી પરંતુ તે સરકાર તો બનાવવાની જ નહોતી. આ ગુજરાત છે જે સમર્થ અને અભિવાદનને ઓળખે છે, બીજી પાર્ટીને નકારીને ભાજપને ભવ્ય વિજય અપાવ્યો. મને વિશ્વાસ છે ગુજરાત જનતાનાં આશીર્વાદથી આ સરકાર બની છે. યુવા મહિલા, કિસાન યુવા મતદાતાઓને ગુજરાતને સુરક્ષિત રાખવા માટે જે વિશ્વાસ રાખ્યો છે. શપથ વિધિ ૧૨ તારીખે ૨ વાગ્યે થશે.
ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારતીય સંસ્કૃતિ પાર્ટીના વિજય રથની સાથે છે. નરેન્દ્ર ભાઇએ પહેલા જ કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ મન બનાવી લીધું હતું કે વિકાસની આ યાત્રા શરૂ રાખવી છે. એક વાર ફરી ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ મૂક્યો છે. ગુજરાતની જનતાના આદેશને વિનમ્રતાથી સ્વીકારીએ છીએ. લોકોએ ઠગવા વાળી પાર્ટીને નકાર્યા છે. અમિત શાહ અમારી નાની વાતોનું ધ્યાન રાખ્યું અને અમારી સાથે રહ્યા. સીઆર પાટીલે સામૂહિક નેતૃત્વ સાથે ભાજપની સરકાર લઈ આવ્યા. બીજેપીનું વચન માત્ર ચૂટણી પૂરતું નથી, અમને બધાને ગર્વ છે ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું, નરેન્દ્ર મોદીની કાળી મહેનત અને પરિશ્રમનું આ પરિણામ છે. Apmc કિસાન મંડીના આધુનિકરણ માટે ૧૦ હજાર કરોડ ખર્ચવામાં આવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઇન્ફ્રાસ્ટ્રકચર મજબૂત કરીશું. સંકલ્પ પત્ર ભાજપની પ્રતિબંધતા દર્શાવે છે, સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસનો મંત્ર આપ્યો તે ચરિતાર્થ કરીશું, આગલા ૨૫ વર્ષ દેશ માટે અમૃત કાળ છે.