સુરત લોકસભા સીટ પર કોંગ્રેસને ઝટકો, નિલેશ કુંભાણીની ઉમેદવારી પર ઉભું થયું જોખમ, જાણો શું છે કારણો અને સમગ્ર મામલો
સુરત લોકસભા સીટ પર નિલેશ કુંભાણીની ઉમેદવારીને લઇને જોખમ ઉભું થયુ છે. કોંગ્રેસનું કહેવું છે કે, આ ભાજપનું માત્ર ષંડયંત્ર છે. જાણીએ શું છે સમગ્ર મામલો
સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી પર જોખમ ઉભું થયું છે. અહીં તેમના ત્રણ પ્રસ્તાવકે એવો દાવો કર્યો છે કે,. તેમણે ઉમેદવારી પત્ર પર સહી જ નથી કરી.ઉલ્લેખનિય વાત એ છે કે, પ્રસ્તાવકોએ જિલ્લા ચૂંટણી અધિકારીને આપેલી અરજીમાં આવો દાવો કર્યો છે. આ સમગ્ર મામલે હવે ડીઇઓ સૌરભ પારધીએ નિલેશ કુંભાણી પાસેથી જવાબ માગ્યો છે. તેમની ઉમેદવારી પર નિર્ણય લેવા માટે રવિવાર 11 વાગ્યા સુધીની મહોલત અપાઇ છે.
આ સમગ્ર મામલે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આરોપ લગાવતા સમગ્ર કાવતરૂ ભાજપનું હોવાનો આક્ષેપ કર્યો છે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 19મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આ પછી 20મી એપ્રિલે ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. દરમિયાન, ભાજપ વતી એવું કહેવામાં આવ્યું હતું કે નીલેશ કુંભાણીના ફોર્મ સાથે જોડાયેલા 3 પ્રસ્તાવકો (કોન્ટ્રાક્ટર)ની સહી તેમના દ્વારા કરવામાં આવી નથી. આ પછી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવાની વાત સામે આવી હતી. કોંગ્રેસના ઉમેદવારે જિલ્લા ચૂંટણી અધિકારી/કલેક્ટર પાસે એક દિવસનો સમય માંગ્યો છે. આજે 11 વાગ્યે નોમિનેશન અંગે નિર્ણય લેવામાં આવશે તેમ કલેકટરે જણાવ્યું છે. નિલેશ કુંભાણીના વકીલે દાવો કર્યો છે કે કોંગ્રેસને એક દિવસનો સમય આપવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારીએ રવિવારે સવારે 11 વાગ્યે દરખાસ્ત સાથે આવવાનો આદેશ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કુંભાણીના નામાંકનમાં જે પ્રસ્તાવકો હાજર હતા તે ગાયબ છે.
મિત્રો અને સાથીદારો કુંભાણીના સમર્થક હતા
કોંગ્રેસના ઉમેદવારના ત્રણ પ્રસ્તાવકારોએ જણાવ્યું હતું કે, કુંભાણીના ફોર્મ પર તેમની સહી નથી. આ પછી નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વિવાદ થયો હતો. નિલેશ કુંભાણીએ તેમના મિત્ર અને સાથી સમર્થકને પ્રસ્તાવક બનાવ્યા હતા. હવે સવાલ એ ઊભો થયો છે કે શું કોંગ્રેસના ઉમેદવારને તેમના જ નજીકના લોકોએ ખેલ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું છે કે નિલેશ કુંભાણીના સમર્થકોના ફોન સ્વીચ ઓફ છે. અમારા ઉમેદવારના સમર્થકો ગાયબ થઈ ગયા છે. સમર્થકોને ક્યાં લઈ જવામાં આવ્યા છે તેની કોઈ માહિતી નથી. કોંગ્રેસના સમર્થકોનું અપહરણ કરવામાં આવ્યું છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ પણ ડમી ઉમેદવારના નામાંકન પર સવાલો ઉઠાવ્યા છે. જો બંનેના ઉમેદવારીપત્રો રદ્દ થાય તો ભાજપ બિનહરીફ જીતે તેવી શક્યતા છે.