શોધખોળ કરો

હાર્દિક પટેલ જોડાઈ શકે છે કોંગ્રેસમાં, જાણો ક્યાંથી લડી શકે છે લોકસભા ચૂંટણી

અમદાવાદઃ દરેક પક્ષોએ લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે અને પક્ષથી નારાજ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. પાસના નેતા હાર્દિક પટેલ પણ લોકસભા ચૂંટણી લડી શકે છે. અમદાવાદમાં 12 માર્ચે કોંગ્રેસની જન સંકલ્પ રેલીમાં હાર્દિક રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. હાર્દિક પટેલ જામનગર અથવા મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. થોડા મહિના પહેલા જ્યારે તેણે અમરેલીના વિવિધ ગામડાઓનો પ્રવાસ કર્યો હતો ત્યારે તે અમરેલીથી ચૂંટણી લડશે તેવી પણ અટકળો વહેતી થઈ હતી. પાસ કન્વિનર હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવાને લઈ ફેસબુક પેજ પર ફેબ્રુઆરીમાં એક પોલ કેમ્પેન કર્યું હતું. જેમાં તેણે પૂછ્યું છે કે, એક જ સવાલ અને આપના સાચા જવાબની આશા રાખું છું. મેં ચૂંટણી લડવાનું વિચાર્યું પણ નથી પરંતુ ગુજરાતના ખેડૂતો અને યુવાનોના અધિકાર માટે ચૂંટણી લડવી ગુનો છે ? જેમાં 67 ટકા લોકોએ ચૂંટણી લડવી જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો. પૂર્વ પાસ કન્વીનર અને ભાજપના નેતા રેશમા પટેલે પણ ફેબ્રુઆરીમાં લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, હું પોરબંદરની બેઠક પરથી લોકસભા ચૂંટણી લડીશ. ક્યા પક્ષમાંથી ચૂંટણી લડીશ તે નક્કી નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડીશ તે નક્કી છે. ઉપરાંત તેણે એવી સ્પષ્ટતા કરી હતી કે, તે કોઈ પક્ષના ફાયદા માટે ચૂંટણી નહીં લડે, પરંતુ સમાજ માટે ચૂંટણી લડશે. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા રેશમા પટેલે હાર્દિક પટેલનો સાથ છોડી ભાજપનો ખેસ પહેર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Embed widget