શોધખોળ કરો
Advertisement
હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કર્યા 84 ઉમેદવારોના નામ, જાણો કયા દિગ્ગજ નેતાનું કપાયું પત્તુ
કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ છે. હરિયાણા કોંગ્રેસ પ્રમુખ શૈલજા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક તંવરનું નામ લિસ્ટમાં નથી.
નવી દિલ્હીઃ કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ છે. કોંગ્રેસે 90માંતી 84 સીટ પર ઉમેદવારો જાહેર કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર હુડ્ડાને ગઢી સાંપલા-કિલોઈ, રણદીપ સુરજેવાલાને કૈથલ, કુલદીપ બિશ્નોઈને આદમપુર અને તોશામથી કિરણ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસે વર્તમાન 17 ધારાસભ્યોમાંથી 16ને ફરી ટિકિટ આપી છે. પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલના બંને દીકરાને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ હિસારથી આદમપુર સીટની કુલદીપ બિશ્નોઈ અને તેના ભાઈ ચંદ્ર મોહનને પંચકૂલા સીટથી મેદાનમાં ઉતાર્યા છે.
આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી બંસીલાલના દીકરા અને વહુને પણ પાર્ટીએ ટિકિટ આપી છે. જેમાં રણવીર મહિન્દ્રાને બડહરા સીટથી અને કિરણ ચૌધરીને તોશામ સીટથી મેદાનમાં ઉતાર્યા છે. પૂર્વ વિધાનસભા અધ્યક્ષ કુલદીપ શર્માને ગનૌર વિધાનસભા સીટથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે હરિયાણા કોંગ્રેસ પ્રમુખ શૈલજા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક તંવરનું નામ લિસ્ટમાં નથી.INC COMMUNIQUE The Central Election Committee has selected following candidates for the ensuing general elections to the Legislative Assembly of HARYANA. pic.twitter.com/sgAvNzI5jP
— INC Sandesh (@INCSandesh) October 2, 2019
હરિયાણામાં 21 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.Congress releases a list of 84 candidates for the upcoming elections to the legislative assembly of Haryana. BS Hooda to contest from Garhi Sampla-Kiloi, Randeep Surjewala from Kaithal, Kuldeep Bishnoi from Adampur & Kiran Chaudhary to contest from Tosham. #HaryanaAssemblyPolls pic.twitter.com/jRMGWyK1iN
— ANI (@ANI) October 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement