શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા પર એક્શનમાં ગૃહ મંત્રાલય, નૉટિસ મોકલી જવાબ માંગ્યો, સ્વામીએ કરી હતી ફરિયાદ
બીજેપીએ કહ્યું કે, આ આખા વિવાદ પર રાહુલે સ્પષ્ટતા કરવી જોઇએ. સુબ્રમણ્મય સ્વામીએ દાવો કર્યો છે કે, બ્રિટનમાં એવેલેબલ કંપનીના વાર્ષિક રિટર્નમાં રાહુલ ગાંધીએ પોતાને બ્રિટિશ નાગરિક બતાવ્યો છે
નવી દિલ્હીઃ ચૂંટણી ધમાસાનની વચ્ચે ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બ્રિટિશ નાગરિક હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો બીજેપીના વરિષ્ઠ નેતા અને રાજ્સસભા સાંસદ સુબ્રમણ્મય સ્વામીએ કર્યો છે. ખાસ વાત એ છે કે સુબ્રમણ્મય સ્વામીએ આને લઇને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ફરિયાદ પણ કરી છે. જેને લઇને ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નૉટિસ મોકલી છે, રાહુલને 15 દિવસની અંદર આ નૉટિસનો જવાબ માંગ્યો છે.
સુબ્રમણ્મય સ્વામીના આ દાવા પર બીજેપી રાહુલ ગાંધી પર એટેક કરી રહ્યું છે. બીજેપીએ કહ્યું કે, આ આખા વિવાદ પર રાહુલે સ્પષ્ટતા કરવી જોઇએ. સુબ્રમણ્મય સ્વામીએ દાવો કર્યો છે કે, બ્રિટનમાં એવેલેબલ કંપનીના વાર્ષિક રિટર્નમાં રાહુલ ગાંધીએ પોતાને બ્રિટિશ નાગરિક બતાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ રાહુલ ગાંધીના સંસદીય વિસ્તાર અમેઠીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા ધ્રુવ લાલે ચૂંટણી અધિકારી સમક્ષ રાહુલની નાગરિકતાને લઇને સવાલ ઉભા કર્યા હતા.
તેને ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી કે રાહુલ ગાંધીએ બ્રિટિશ નાગરિકત લીધી છે એટલા માટે તેમનું નામાંકન રદ્દ કરવામાં આવે. રવિ પ્રકાશે બ્રિટનમાં રજિસ્ટર્ડ એક કંપનીના કાગળના આધાર પર આ દાવો કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion