લેઉવા પટેલની વાયરલ પત્રિકાને લઇને ગરમાયું રાજકારણ, પોલીસ તપાસમાં ખુલ્યું ધાનાણીનું નામ
રાજકોટમાં લેઉવા પાટીદારની વાયરલ પત્રિકાને લઇને હવે રાજકારણ ગરમાયું છે. આ પત્રિકા માટે હવે પોલીસ તપાસમાં પરેશ ધાનાણીનું નામ આપતા બંને પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો દૌર શરૂ થયો છે.
રાજકોટમાં લેઉવા પાટીદારની વાયરલ પત્રિકા મુદ્દે મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં મોટો મોટો ખુલાસો થયો છે. વાયરલ પત્રિકા મુદ્દે પરેશ ધાનાણીનું નામ ખુલ્યુ છે. પોલીસે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની પૂછપરછ કરી છે. આ મામલે અગાઉ ચાર શખ્સોની પોલીસ પૂછપરછ કરી ચૂકી છે.જો કે કોંગ્રેસે પણ તેમના બચાવ કરતા કહ્યું છે કે,”આ અમારી પત્રિકા હતી જ નથી. આ માત્ર ભાજપનું ષડયંત્ર છે. રાજકોટનું પરિણામ નિશ્ચિત છે, પરેશ ધાનાણી બે લાખ મતથી જીતશે, પરેશ ધાનાણીના ભાઇ શરદભાઈની કોઈ સંડોવણી નથી”આ તમામ મામલે રાજકારણ ગરમાયું છે. બીજી તરફ ભાજપે કૉંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે. “કૉંગ્રેસ બચાવમાં કેમ ઉતરી રહી છે, ગુજરાત પોલીસ પર કૉંગ્રેસને ભરોસો હોવો જોઈએ”
લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ મુદ્દે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયા પણ નિવેદન આપી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે ખોડલધામ સાથે જોડાયેલા યુવકો સામે ફરિયાદ કરી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે પણ કહ્યું, આ પત્રિકાથી કોઈ સમાજમાં વ્યમનસ્ય ફેલાઈ એવું નથી. શું પરશોત્તમ રૂપાલા સામે આવી કાર્યવાહી કરી? તેવો પ્રશ્ન કોર્ટે પણ કર્યો હતો. લેઉવા પટેલનો દરેક દીકરો ખોડલધામ સાથે જોડાયેલો છે.ઉલ્લેખનિય છે કે, આ વાયરલ પત્રિકામાં પરેશ ધાનાણીને મત આપવા લેઉવા પટેલ સમાજ તરફથી અપીલ કરવામાં આવી છે.હવે પોલીસ તપાસમાં કોંગ્રેસ નેતા અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને તેમના ભાઇ શરદ ધાનાણીનું નામ ખુલતા રાજકોટ ગરમાયું છે.
ઉલ્લેખનિય છે કે, રાજકોટ લોકસભાની બેઠક પહેલાથી વિવાદમાં રહી છે. હવે વોટિંગને માત્ર બે દિવસની વાર છે. ત્યારે આ પણ બેઠક અને તેના ઉમેદવારોને લઇને સર્જાયેલા વિવાદ થંભ્યો નથી. આ પહેલા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર વિવાદાસ્પદ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યાં છે. સમાજની સંસ્થાઓ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી રહી હતી જો કે ભાજપ હાઇકમાન્ડે રૂપાલાને ઉમેદવાર તરીકે યથાવત રાખતા. ક્ષત્રિય સમાજની આક્રોશિત મહિલાઓ હવે ભાજપના વિરૂદ્ધ મત કરવા માટે પ્રચાર પ્રસાર કરી રહી છે.