શોધખોળ કરો
Advertisement
ભાજપ-કોંગ્રેસ નહીં પણ આ પાર્ટી પાસે છે સૌથી વધારે બેંક બેલેન્સ, ખાતામાં છે 670 કરોડ રૂપિયા
લોકસભા ચૂંટણીને લઈને પાર્ટીઓ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહી છે અને તેમાં આધુનિક સંશાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને પાર્ટીઓ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહી છે અને તેમાં આધુનિક સંશાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવામાં અમે તમને અહીં દેશની કઈ પાર્ટી પાસે સૌથી વધારે બેંક બેલન્સ છે તે જણાવી રહ્યા છે. ચૂંટણી પંચના એક અહેવાલ અનુસાર માયાવતીની પાર્ટી બીએસપી પાસે દેશમાં અન્ય પક્ષોની તુલનામાં સૌથી વધારે બેંક બેલેન્સ છે. આ અહેવાલ અનુસાર માયાવતીની પાર્ટીના અલગ અલગ ખાતામાં 670 કરોડ રૂપિયા જમા છે.
રૂપિયાના મામલે બીજા નંબર પર સમાજવાદી પાર્ટી છે. અખિલેશ યાદવની પાર્ટીની પાસે 471 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ છે. જોકે રોકડના મામલે દેશની બે મોટી પાર્ટી ભાજપ અનો કોંગ્રેસ બીએસપી અને એસપી કરતાં ઘણી પાછળ છે. કોંગ્રેસ પાસે 196 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ છે જ્યારે બાજપ પાસે 82 કરોડ રૂપિયા બેંક બેલેન્સ છે. અન્ય કપક્ષની વાત કરીએ તો ચન્દ્રબાબુ નાયડૂની પાર્ટી ટીડીપી પાસે 107 કરોડ, સીપીએમની પાસે 3 કરોડ અને આમ આદમી પાર્ટી પાસે 3 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ છે.
સત્તાધારી પક્ષ ભાજપ પાસે એસપી, બીએસપી અને કોંગ્રેસની તુલનામાં ઘણું ઓછું બેંક બેલેન્સ છે જ્યારે કે પાર્ટીને વર્ષ 2017-18માં સૌથી વધારે 1027 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું. તેની પાછળનું કારણ ચૂંટણી પ્રચારમાં ભાજપ દ્વારા કરવામાં આવતો વધુ પડતો ખર્ચ હોવાનું કહેવાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion