શોધખોળ કરો

EVM ની અંદર શું હોય છે? તેને કઇ કંપની બનાવે છે, જાણો તમામ સવાલોના જવાબ

Lok Sabha Election 2024:દેશમાં આજથી એટલે કે 19મી એપ્રિલથી સામાન્ય ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીમાં EVM ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Lok Sabha Election 2024: દેશમાં આજથી એટલે કે 19મી એપ્રિલથી સામાન્ય ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીમાં EVM ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખરેખર EVM દરેક વખતે રાજકારણનો શિકાર બને છે. તમામ આરોપો છતાં ઈવીએમ દેશને નવી સરકાર આપવામાં મદદ કરે છે. અન્ય ચૂંટણીઓમાં પણ તેનો ઉપયોગ થાય છે.

લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં EVM એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કેવી રીતે શરૂ થયો? ભારતમાં બેલેટ પેપરના ઉપયોગનું સ્થાન EVMએ લીધું છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો પર અનેક વખત આક્ષેપો કરવામાં આવ્યા છે પરંતુ આજ સુધી કોઈ તેને સાબિત કરી શક્યું નથી.

આ આરોપો બાદ ચૂંટણી પંચે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રાયલ એટલે કે VVPAT સિસ્ટમ દાખલ કરી છે. જો કે, આ સિસ્ટમ હજુ સંપૂર્ણ રીતે અમલમાં આવી નથી. તેની શરૂઆત વર્ષ 2014માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી.

EVMની કેવી રીતે થઇ શરૂઆત?

વર્ષ 1980 એમ.બી. હનીફાએ પ્રથમ વોટિંગ મશીન બનાવ્યું હતું. આ સમયે તેને ઈલેક્ટ્રોનિકલી ઓપરેટેડ વોટ કાઉન્ટીંગ મશીન નામ આપવામાં આવ્યું હતું. તમિલનાડુના 6 શહેરોમાં યોજાયેલા સરકારી પ્રદર્શનમાં સામાન્ય લોકોને તેની ઓરિજનલ ડિઝાઇન બતાવવામાં આવી હતી. ઈવીએમનો સૌપ્રથમ ઉપયોગ 1982માં કેરળના ઉત્તર પરવુરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં થયો હતો.

શરૂઆતના દિવસોમાં ઈવીએમના ઉપયોગને લઈને ચૂંટણી પંચને ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 1998માં 16 વિધાનસભાઓમાં ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી 1999માં તેનો વિસ્તાર કરવામાં આવ્યો અને તેનો ઉપયોગ 46 લોકસભા બેઠકો પર કરવામાં આવ્યો. વર્ષ 2004માં લોકસભા ચૂંટણીમાં તમામ સીટો પર ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ભારતમાં EVM ક્યારે આવ્યું? EVM કેવી રીતે કામ કરે છે?

EVMમાં બે યુનિટ છે - કંટ્રોલ અને બેલેટ. એટલે કે, એક યુનિટ કે જેના પર તમે બટન દબાવીને તમારો મત આપો છો અને બીજું એકમ કે જેમાં તમારો મત સંગ્રહિત છે. કંટ્રોલ યુનિટ પોલિંગ ઓફિસર પાસે છે, જ્યારે બેલેટ યુનિટ બીજી બાજુ રાખવામાં આવે છે, જ્યાંથી લોકો પોતાનો મત આપી શકે છે.

બેલેટ યુનિટ પર તમને વિવિધ પક્ષોના પ્રતીકો અને ઉમેદવારોના નામ આપવામાં આવે છે, જેની બાજુમાં વાદળી બટન છે. આ બટનો દબાવીને તમે તમારો મત આપો. કંટ્રોલ યુનિટ પર બેલેટ ચિહ્નિત એક બટન છે, જેને દબાવ્યા પછી બીજો મતદાર પોતાનો મત આપી શકે છે.

મતદાન મથક પર છેલ્લો મત પડ્યા પછી મતદાન અધિકારી કંટ્રોલ યુનિટ પર ક્લોઝ બટન દબાવશે. આ પછી EVM પર વોટ આપી શકાશે નહીં. મતદાન પૂર્ણ થયા પછી કંન્ટ્રોલ યુનિટના બેટલ યુનિટથી અલગ રાખવામાં આવે છે. રિઝલ્ટ મેળવવા માટે કંટ્રોલ યુનિટ પર આપેલ પરિણામ બટન દબાવવું પડશે.

આ બટન આકસ્મિક રીતે દબાઈ ન જાય તેની ખાતરી કરવા માટે બે સલામતી છે. આ બટનનો ઉપયોગ જ્યાં સુધી ક્લોઝ બટન દબાવવામાં ન આવે અને મતદાન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કરી શકાતી નથી. આ બટન છુપાયેલું છે અને સુરક્ષાના કારણોસર સીલબંધ રાખવામાં આવ્યું છે. આ સીલ માત્ર મતગણતરી કેન્દ્ર પર તોડવામાં આવે છે.

EVMની અંદર શું થાય છે?

નિષ્ણાતોના મતે EVMમાં માઇક્રોપ્રોસેસર લગાવવામાં આવે છે. આ પ્રોસેસરને માત્ર એક જ વાર પ્રોગ્રામ કરી શકાય છે. એટલે કે એકવાર પ્રોગ્રામ લખાઈ જાય પછી તમે તેમાં ફેરફાર કરી શકતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો તેના પર અન્ય કોઈ સોફ્ટવેર લખી શકાય નહીં.

જો કે તેમાં કઈ ચિપ કે પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની કોઈ માહિતી નથી. ઈવીએમનો ઉપયોગ કરવા માટે વીજળીની જરૂર નથી. EVM 7.5-વોલ્ટ આલ્કલાઇન પાવર પેક એટલે કે બેટરી સાથે આવે છે, જે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સપ્લાય કરવામાં આવે છે.

ઈવીએમના જૂના મોડલમાં 3840 વોટ સ્ટોર કરી શકાય છે. જો કે, તેના નવા વર્ઝનમાં ફક્ત 2000 મતો જ સ્ટોર થાય છે. ઈવીએમમાં સ્ટોર ડેટાને 10 વર્ષ કે તેથી વધુ સમય માટે સુરક્ષિત રાખી શકાય છે. ઈવીએમના એક યુનિટની કિંમત અંદાજે 8,670 રૂપિયા છે. અગાઉ આ કિંમત પણ ઓછી હતી.

ઈવીએમ બે કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવે છે. તે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બેંગલુરુ ( મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ) અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, હૈદરાબાદ (ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી ના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget