શોધખોળ કરો
Advertisement
ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપના કયા નેતાને સૌથી ઓછી લીડ મળી? નામ જાણીને ચોંકી જશો
દાહોદ બેઠકના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરને ગુજરાતમાં સૌથી ઓછી લીડ મળી છે. જશવંતસિંહ ભાભોરનો 1,27,596 મતે વિજય થયો છે.
અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ફરી એકવાર ભાજપે કોંગ્રેસના સુપડાં સાફ કરી દીધાં છે. ત્યારે ગુજરાતમાં ભાજપના ઉમેદવારોની જીત કરતા લીડ વધુ મહત્વની બની છે. નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ ગુજરાતમાં સૌથી વધુ 6,89,668 મતે વિજય થયા છે.
મહત્વની વાત એ છે કે, દાહોદ બેઠકના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરને ગુજરાતમાં સૌથી ઓછી લીડ મળી છે. જશવંતસિંહ ભાભોરનો 1,27,596 મતે વિજય થયો છે. જશવંતસિંહ ભાભોરને 5,61,760 મત મળ્યાં હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બાબુ કટારાને 4,34,164 મત મળ્યાં હતાં.
નોંધનીય છે કે, વર્ષ 2014માં ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરનો 2,30,354 મતે વિજય થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement