'સરકાર બનાવશે કે વિપક્ષમાં બેસશે' - આજે દિલ્હીમાં INDIA ગઠબંધનનું મંથન, સાંજે મળશે બેઠક
Lok Sabha Result : દેશમાં લોકસભા ચૂંટણી પુરી થઇ ચૂકી છે. ગઇકાલે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આવી ગયુ છે, અને ફરી એકવાર એનડીએ ગઠબંધન સૌથી વધુ બેઠકો સાથે સરકાર બનાવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે
Lok Sabha Elections Result 2024: દેશમાં લોકસભા ચૂંટણી પુરી થઇ ચૂકી છે. ગઇકાલે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આવી ગયુ છે, અને ફરી એકવાર એનડીએ ગઠબંધન સૌથી વધુ બેઠકો સાથે સરકાર બનાવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે, પરંતુ આ બધાની વચ્ચે ઇન્ડિયા ગઠબંધન પણ દમ લગાવી શકે છે. કેમ કે આ 2024ની લોકસભાની ચૂંટણીમાં NDAને સૌથી વધુ 293 બેઠકો મળી છે. તો INDIA ગઠબંધનનો પણ 233 બેઠક પર વિજય થયો છે. હવે આજે સાંજે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની મહત્વની બેઠક યોજાઇ રહી છે, જેમાં સરકાર બનાવવા પ્રયાસ કરવા કે પછી વિપક્ષમાં બેસવું તે અંગે ગહન ચર્ચા અને મનોમંથન થશે.
સોનિયા, અખિલેશ અને કેજરીવાલ જેવા દિગ્ગજોના નેતૃત્વમાં બનેલા ઇન્ડિયા ગઠબંધનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે આ વખતે 233 બેઠકો સાથે ઇન્ડિયા ગઠબંધન સૌથી વધુ બીજા નંબર પર બેઠકો મેળવી રહ્યું છે. આને લઇને આજે દિલ્હીમાં સાંજે INDIA ગઠબંધનની મહત્વની બેઠક મળવાની છે.
દિલ્હીમાં સાંજે 6 વાગ્યે INDIA ગઠબંધનની મળનારી બેઠકમાં સૌથી મોટો મુદ્દો સરકાર બનાવવાના વિકલ્પ અંગેનો હશે. બેઠકમાં સરકાર બનાવવાના વિકલ્પ અંગે કોઇ મોટો નિર્ણય લેવાઇ શકે છે. આ માટે અખિલેશ યાદવને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ચંદ્રબાબુ નાયડુ સાથે અખિલેશ યાદવ આજે મુલાકાત કરશે. નીતિશ કુમારનો સંપર્ક કરવાની પણ જવાબદારી અખિલેશ યાદવને આપવામાં આવી છે. ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જી આ બેઠકમાં હાજર રહેશે. આ સિવાય શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સાથે AAPના સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા ઉપસ્થિત રહેશે.
લોકસભા ચૂંટણી 2024નું પરિણામ -
લોકસભા ચૂંટણીનું ગઇકાલે પરિણામ આવી ચૂક્યુ છે. આ 2024ની લોકસભાની ચૂંટણીમાં NDAને સૌથી વધુ 293 બેઠકો મળી છે. જ્યારે લોકસભાની ચૂંટણીમાં INDIAનો 233 બેઠક પર વિજય થયો છે. આ સાથે જ 240 બેઠકો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. કોંગ્રેસના ફાળે 99 બેઠકો આવી છે, અને 37 બેઠક પર સપાનો વિજય થયો છે. આ ઉપરાંત TMCને 29, DMKને 22, TDPને 16 અને JDUને 12 બેઠકો મળી છે.
સંબોધન દરમિયાન માતાને યાદ કરીને ભાવુક થયા પીએમ મોદી, કહી આ વાત, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા.. કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે રાજનાથ સિંહ, અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં માતા હીરાબેનનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદી તેમનો ઉલ્લેખ કરતા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મારી માતા વિના આ મારી પ્રથમ ચૂંટણી છે, પરંતુ આ દેશની દરેક મહિલા અને પુત્રીએ મને તે ખોટ વર્તાવા દીધી નથી.
આત્મનિર્ભર બનાવવા માટે કામ કરશે
પીએમ મોદીએ મંચ પરથી કહ્યું કે દેશના ઈતિહાસમાં મહિલાઓ દ્વારા પડેલા વોટનો રેકોર્ડ તૂટી ગયો છે. હું તેને શબ્દોમાં સમજાવી શકતો નથી. દેશની લાખો માતાઓ અને બહેનોએ મને નવી પ્રેરણા આપી છે. રાષ્ટ્રની ભાવના સૌપ્રથમ આપણને આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે હિંમત આપે છે. અમે વિશ્વની સૌથી મોટી લોક કલ્યાણ યોજનાઓ ચલાવી છે. આઝાદીના 70 વર્ષ બાદ 12 કરોડ લોકોને નળનું પાણી મળ્યું છે.
તમે એક પગલું ભરશો, મોદી ચાર પગલાં ભરશે
તેમણે કહ્યું કે હું દેશના ખૂણે ખૂણે હાજર ભાજપના કાર્યકરોને કહીશ કે તમારી મહેનત અને તમે આટલી ગરમીમાં વહાવેલો પરસેવો મોદીને સતત કામ કરવાની પ્રેરણા આપે છે. હું દેશવાસીઓને ફરી કહેવા માંગુ છું કે જો તમે 10 કલાક કામ કરશો તો મોદી 18 કલાક કામ કરશે. તમે એક પગલું ભરશો, મોદી ચાર પગલાં ભરશે. ત્રીજા કાર્યકાળમાં દેશ મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખશે. આ મોદીની ગેરંટી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ શુભ છે અને આ શુભ દિવસે NDA ત્રીજી વખત સરકાર બનાવશે. અમે સૌ જનતાના આભારી છીએ. આજની જીત વિશ્વની સૌથી મોટી લોકશાહીની જીત છે. પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના મતદારોએ આ ચૂંટણીમાં રેકોર્ડ મતદાન કરીને અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો છે અને વિશ્વભરમાં ભારતને બદનામ કરનારી શક્તિઓને અરીસો બતાવ્યો છે.