શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ભાજપે કેટલા સાંસદોના કાપી નાંખ્યા પત્તા? તેમની જગ્યાએ કોને મળી ટિકીટ? જાણો વિગત
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે 25 ઉમેદવાર જાહેર કરી દીધા છે. જ્યારે એક બેઠક માટે ભાજપ હજુ મંથન કરી રહ્યો છે. ભાજપે આ વખતે ગુજરાતમાંથી નવ સાંસદોના પત્તા કાપી નાંખ્યા છે. જેમાં બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રીયમંત્રી હરીભાઈ ચૌધરીનો પણ સમાવેશ થાય છે.
પોરબંદર બેઠકની વાત કરીએ તો ભાજપે વિઠ્ઠલ રાદડિયાને બીમારીને કારણે ટિકીટ આપી નથી. તેમની જગ્યાએ તેમના પરિવારના સભ્યનું નામ ચર્ચાતું હતું. જોકે, ભાજપે રમેશ ધડૂકને ટિકીટ આપી છે. ગાંધીનગર બેઠક પર લાલકૃષ્ણ અડવાણીને પણ ટિકીટ આપવામાં નથી આવી. તેમને ઉંમરનું કારણ દર્શાવીને રિપીટ કરાયા નથી. તેમની જગ્યાએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડવાના છે.
મહેસાણા બેઠક પર ભાજપે જયશ્રીબેન પટેલની જગ્યાએ પૂર્વ મંત્રી સ્વ. અનિલ પટેલના પત્ની શારદાબેન પટેલને ટિકીટ આપી છે. પાટણ બેઠક પર લીલાધર વાઘેલાની જગ્યાએ આ વખતે ભાજપે ધારાસભ્ય ભરતસિંહ ડાભીને ટિકીટ આપી છે. બનાસકાંઠાની વાત કરીએ તો હરીભાઈ ચૌધરીની જગ્યાએ ભાજપે રૂપાણી સરકારમાં મંત્રી પરબત પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
પંચમહાલની વાત કરીએ તો પ્રભાતસિંહનું પત્તુ કાપીને ભાજપે રતનસિંહ રાઠોડને ટિકીટ આપી છે. આણંદ બેઠક પર સાંસદ દિલીપ પટેલની જગ્યાએ ભાજપે મિતેષ પટેલને ટિકીટ આપી છે. છોટાઉદેપુરમાં પણ રામસિંહ રાઠવાને બદલે ભાજપે ગીતાબેન રાઠવાને ટિકીટ આપી છે.
અમદાવાદ પૂર્વ બેઠક પર પણ ભાજપ પરેશ રાવલને ટિકીટ આપવાના નથી. કેમકે, પરેશ રાવલે સામેથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે હવે તેમની જગ્યાએ કોને ટિકીટ આપવામાં આવે છે, તે જોવાનું રહ્યું. આ બેઠક પર સી.કે. પટેલનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion