શોધખોળ કરો
સૌરાષ્ટ્રના કયા દિગ્ગજ પાટીદાર નેતાને કોંગ્રેસ લોકસભા માટે ઉતારશે મેદાનમાં? જાણો વિગત

રાજકોટઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે 28મી માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે. 23મી એપ્રિલે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પસંદગીની પ્રક્રિયા તેજ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા આ વખતે સૌરાષ્ટ્રમાં પ્રભુત્વ ધરાવતા કેટલાક ધારાસભ્યોને લોકસભાની ટિકીટ આપવાનું મન બનાવી લીધું છે. કોંગ્રેસ દ્વારા પહેલા ધારાસભ્યોને ટિકીટ નહીં આપવામાં આવી તેવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે, હવે કેટલીક સીટો પર વર્ચસ્વ ધરાવતા ધારાસભ્યોને ટિકીટ આપવાનું નક્કી કરાયું છે, જેમાં સૌરાષ્ટ્રના પાટીદાર ધારાસભ્ય લલિત કગથરાનો પણ સમાવેશ થાય છે. લલિત કગથરા ગત વિધાનસભાની ચૂંટણીમાં ટંકારા બેઠક પરથી જીત્યા હતા. કગથરા પાટીદાર અનામત આંદોલનમાં પણ સક્રીય રહ્યા હતા અને હાર્દિક પટેલની નજીકના માનવામાં આવે છે. હાલ, રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી તેમનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જોકે, લલિત કગથરાને ટિકિટ મળે છે કે નહીં, તે તો સમય જ બતાવશે.
વધુ વાંચો





















