શોધખોળ કરો
Advertisement
ભાજપે ઉમેદવારોના નામ ફાઈનલ કર્યાં, પ્રથમ યાદી ક્યારે થઈ શકે છે જાહેર
નવી દિલ્હીઃ ભાજપની ચૂંટણી સમિતિએ મંગળવારે ઉમેદવારોની પસંદગી માટે બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, નીતિન ગડકરી, સુષ્મા સ્વરાજ સહિત અન્ય વરિષ્ઠ નેતા હાજર રહ્યા હતા.
સુત્રોના જણાવ્યાં પ્રમાણે, બેઠકમાં ઉત્તર-પૂર્વના સાત રાજ્ય સહિત બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગણા સહિત રાજ્યોનાં નામ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિ બુધવારે પણ ઉમેદવારોના નામ નક્કી કરવા માટે ચર્ચા કરશે. ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવી શકે છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અનિલ જૈનનું કહેવું છે કે, છત્તીસગઢમાં ભાજપ તેના 11 વર્તમાન સાંસદોની ટીકિટ કાપશે. આ નિર્ણય કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો છે. કેટલાંક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાજનંદગાંવથી છત્તીસગઢના પૂર્વ સીએમ રમણસિંહ ચૂંટણી લડી શકે છે. છત્તીસગઢ આ વખતે ભાજપ 2014માં જીતેલા સાંસદોને ટીકિટ આપશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion