શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અખિલેશ યાદવ સામે ચૂંટણી લડનારા ભાજપના ઉમેદવાર કેમ ઓળખાય છે ‘નિરહુઆ’ના નામથી, જાણો વિગત
![અખિલેશ યાદવ સામે ચૂંટણી લડનારા ભાજપના ઉમેદવાર કેમ ઓળખાય છે ‘નિરહુઆ’ના નામથી, જાણો વિગત Loksabha Elections 2019 Know about Dinesh Lal Yadav who contest against Akhilesh Yadav અખિલેશ યાદવ સામે ચૂંટણી લડનારા ભાજપના ઉમેદવાર કેમ ઓળખાય છે ‘નિરહુઆ’ના નામથી, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/03200724/dinesh-lal-yadav.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભાજપે લોકસભા ચૂંટણીને લઈ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના 6 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. મુંબઈ નોર્થ ઇસ્ટથી મનોજ કોટકને ટિકિટ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં આઝમગઢ સીટ પરથી ભોજપુરી ફિલ્મોના સુપર સ્ટાર દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’ને ટિકિટ આપીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આ સીટ પરથી ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ ચૂંટણી લડી રહ્યા છે.
કોણ છે દિનેશ લાલ યાદવ
દિનેશ લાલ યાદવ યુપીના ગાઝીપુરના ટંડવા ગામનો રહેવાસી છે. તેનો ભાઈ વિજય લાલ યાદવ જાણીતો બિરહા ગાયક છે. દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’ પણ ફિલ્મોમાં આવતા પહેલા બિરહા ગાયક હતો. તેનું બાળપણ અનેક મુશ્કેલીમાં પસાર થયું હતું. પિતા કોલકાતામાં કામ કરતા હતા અને ખૂબ ઓછા પગારમાં પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દિનેશને મળેલા ઉપનામ નિરહુઆની કહાની પણ રોચક છે. 2004માં તેમનું આલ્બમ રિલીઝ થયું હતું, જેનું નામ ‘નિરહુઆ’ સટલ રહે હતું. આ આલ્બમ હિટ રહ્યું હતું અને તે બાદ તેણે આ નિરહુઆ નામ અપનાવી લીધું હતું.
‘નિરહુઆ’ નામે બદલી કિસ્મત
નિરહુઆ નામ જોડાતાં જ તેની કિસ્મત ખુલી ગઈ હતી. તેને સતત નિરહુઆ સીરિઝની ફિલ્મો ઓફર થવા લાગી અને બધી ફિલ્મો સફળ રહી હતી. નિરહુઆ હિંદુસ્તાની પૂર્વાંચલ તથા બિહારમાં ઘરે ઘરે જાણીતું નામ બની ગયું હતું. નિરહુઆને યૂપી સરકાર યશ ભારતીથી સન્માનિત કરી ચુકી છે.
BJPમાં સામેલ થયા બાદ અપાઇ Y+ સુરક્ષા
થોડા દિવસો પહેલા ફિલ્મ અભિનેતા દિનેશ લાલ યાદવે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કર્યા બાદ ભાજપમાં સામેલ થયા હતા. બીજેપીમાં સામેલ થયા બાદ બિરહુઆને વાઇ પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. સ્થાનિક ઇન્ટેલીજન્સના રિપોર્ટ બાદ તેને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
BJPની મહિલા ઉમેદવારે એફિડેવિટમાં છૂપાવી લગ્નની વાત, જાણો વિગત
વિવેક ઓબેરોયે PM મોદીની બાયોપિકને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
ગુજરાતમાં ભાજપે કેટલા સાંસદોના કાપી નાંખ્યા પત્તા? તેમની જગ્યાએ કોને મળી ટિકીટ? જાણો વિગત
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)