શોધખોળ કરો
Advertisement
પ્રથમ તબક્કાનું મતદાન: ગડકરી સહિત આ દિગ્ગજોનું ભાવિ આજે EVMમાં થઈ જશે કેદ, જાણો વિગત
લોકસભાની ચૂંટણી પ્રથમ તબક્કામાં 18 રાજ્ય તેમજ બે કેન્દ્ર શાસિત પ્રદેશની 91 બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. આ બેઠકો પર અનેક વીઆઈપી નેતાઓનું નસીબ ઇવીએમમમાં કેદ થઈ જશે.
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી પ્રથમ તબક્કામાં 18 રાજ્ય તેમજ બે કેન્દ્ર શાસિત પ્રદેશની 91 બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. આ બેઠકો પર અનેક વીઆઈપી નેતાઓનું નસીબ અજમાવી રહ્યા છે. સાંજે તેમનું નસીબ ઇવીએમમમાં કેદ થઈ જશે. ચૂંટણી પરિણામ 23મી મેના રોજ જાહેર કરવામાં આવશે.
નીતિન ગડકરીઃ મહારાષ્ટ્રની નાગપુર બેઠક પરથી સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી રાજકારણનું મોટો માથું છે. ગડકરી હાલ નાગપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ તરફથી આ બેઠક માટે નાના પટોલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વર્ષ 2014માં ગડકરીએ આ બેઠક પરથી અઢી લાખ મતોથી જીત મેળવી હતી.
વીકે સિંહઃ ગાઝિયાબાદની બેઠક પર સાંસદ અને કેન્દ્રીય મંત્રી રિટાયર્ડ જનરલ વીકે સિંઘનું નસીબ ગુરુવારે ઈવીએમમાં કેદ થઈ જશે. વીકે સિંઘ વિરુદ્ધ કોંગ્રેસમાંથી ડોલી શર્મા અને ગઠબંધનના સુરેશ બંસલ ચૂંટણી લડી રહ્યા છે.
કિરણ રિજ્જૂઃ કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જૂ અરુણાચલ પ્રદેશની અરુણાચલ પશ્ચિમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની વિરુદ્ધ કોંગ્રેસના નેતા નબામ તુકી મેદાનમાં છે. અરુણાચલમાં બે લોકસભા બેઠક છે.
હંસરાજ આહીરઃ મહારાષ્ટ્રની ચંદ્રપુર બેઠક પર સાંસદ હંસરાજ આહીરનો મુકાબલો શિવસેના છોડીને કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય સુરેશ ધાનોરકર સાથે છે.
ચિરાગ પાસવાનઃ બિહારની જમુઈ બેઠક પર લોકજનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાનનો મુકાબલો રાલોસપાના ઉમેદવાર ભૂદેવ ચૌધરી સાથે છે. 2014માં આ બેઠક પર ચિરાગ પાસવાન આશરે 80 હજાર મતથી ચૂંટણી જીત્યા હતા.
મહેશ શર્માઃ કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા આ વખતે ગૌતમ બુદ્ધ નગર (નોઇડા)થી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેરવાર અરવિંદ કુમાર સિંહ અને મહાગઠબંધનના ઉમેદવાર સતવીર છે.
સત્યપાલ સિંહઃ બાગપત બેઠક પરથી કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહ ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર આરએલડીના અજિત સિંહના પુત્ર જયંત ચૌધરી મેદાનમાં છે. ગઠબંધન અંતર્ગત આ બેઠક આરએલડીના ફાળે ગઈ છે.
સદાનંદ ગૌડાઃ કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડા ઉત્તર બેંગલુરુથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની વિરુદ્ધ કોંગ્રેસના નેતા કૃષ્ણ બારે ગૌડા મેદાનમાં છે.
કુંવર ભારતેન્દ્ર સિંહ બિઝનૌર બેઠક પરથી આ વખતે ફરીથી વર્તમાન સાંસદ કુંવર ભારતેન્દ્ર સિંહ મેદાનમાં છે. આ બેઠક પર તેમની ટક્કર ગઠબંધનના મલૂક નાગર અને કોંગ્રેસના નસીમુદ્દીન સિદ્દીકી સાથે થશે. મુસ્લિમ તેમજ ગુર્જર બહુમતિ ધરાવતી આ બેઠક પર બીજેપી અને ગઠબંધન વચ્ચે સીધી ટક્કર છે.
ચૌધરી અજીત સિંહઃ રાષ્ટ્રીય લોકદળના નેતા ચૌધરી અજીત સિંહ મુઝફ્ફરનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની ટક્કર બીજેપીના સંજીલ બાલ્યાન સાથે છે. વર્ષ 2014માં અજીત સિંહ ચૂંટણી હારી ગયા હતા.
ઓવૈસીઃ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદથી લોકસભા સાંસદ છે. હૈદરાબાદ બેઠક પર AIMIMએ આઠ વખત જીત મેળવી છે.
UP: બાગપતમાં મતદારોનું પુષ્પ વર્ષા અને ઢોલ નગારા વગાડી કરવામાં આવ્યું સ્વાગત, જુઓ VIDEO
અલ્પેશ ઠાકોરના રાજીનામા અંગે હાર્દિક પટેલ અને જીજ્ઞેષ મેવાણીએ શું કહ્યું ? જાણો વિગત
મુંબઈનો પંજાબ સામે 3 વિકેટથી રોમાંચક વિજય, પોલાર્ડના 31 બોલમાં આક્રમક 83 રન, રાહુલની સદી એળે ગઈ
Video: 91 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, જાણો આ સીટ પર 2014માં શું આવ્યું હતું પરિણામ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement