LokSabha Result: તિહાર જેલમાંથી મેદાનમાં ઉતર્યો એન્જિનીયર, ખતરામાં પડી ગઇ ઓમર અબ્દુલ્લાની બેઠક
Lok Sabha Election Result 2024: મંગળવાર (4 જૂન) સવારથી લોકસભા ચૂંટણી 2024 માટે મતોની ગણતરી ચાલી રહી છે અને દર મિનિટે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે
Lok Sabha Election Result 2024: મંગળવાર (4 જૂન) સવારથી લોકસભા ચૂંટણી 2024 માટે મતોની ગણતરી ચાલી રહી છે અને દર મિનિટે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરની પાંચ લોકસભા બેઠકો માટે પણ વલણો ઉભરી રહ્યા છે અને ઓમર અબ્દુલ્લા બારામુલા બેઠક પર 60 હજારથી વધુ મતોથી પાછળ છે. અહીં અપક્ષ ઉમેદવાર અબ્દુલ રશિદ શેખ આગળ ચાલી રહ્યા છે. અબ્દુલ રશિદ તિહાર જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે જેલમાંથી જ લોકસભા ચૂંટણીનો પ્રચાર કર્યો છે.
અગાઉ આ સીટ પર મુખ્ય ટક્કર નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા અને પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન વચ્ચે હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ અબ્દુલ રશીદે પ્રહાર કરીને સ્પર્ધાને રસપ્રદ બનાવી હતી. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, અબ્દુલ રશીદ 1,40,073 મતો સાથે વલણોમાં આગળ છે. જ્યારે ઓમર અબ્દુલ્લા 78,545 વોટ પર છે.
કોણ છે અબ્દુલ રશિદ ?
અબ્દુલ રશીદની પાર્ટીનું નામ અવામી ઇત્તેહાદ પાર્ટી (AIP) છે. તેઓ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. અબ્દુલ રશીદ ટેરર ફંડિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે અને ત્યાંથી ચૂંટણી લડ્યો છે.
જમ્મુ અને કાશ્મીરની પાંચ લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં અનંતનાગ, બારામુલ્લા, જમ્મુ, શ્રીનગર અને ઉધમપુરનો સમાવેશ થાય છે. PDP (જમ્મુ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી)ના ચીફ મહેબૂબા મુફ્તી અનંતનાગથી ચૂંટણી મેદાનમાં છે. તે ટ્રેન્ડમાં પણ પાછળ છે. અહીં નેશનલ કોન્ફરન્સના મિયાં અલ્તાફ અહેમદ આગળ છે. પાંચમાંથી બે લોકસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. ભાજપે ત્રણ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી જમ્મુ અને ઉધમપુરમાં ભાજપ આગળ છે. ઉધમપુરમાં બીજેપીના ડો. જીતેન્દ્ર સિંહ અને જમ્મુમાં જુગલ કિશોર લીડ પર છે. તે જ સમયે, શ્રીનગરના અનંતનાગમાં નેશનલ કોન્ફરન્સ આગળ ચાલી રહી છે, જ્યારે એક સીટ પર અપક્ષ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.