શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા મંત્રી શપથમાં ‘મેં’ શબ્દ બોલવાનું ભૂલી જતાં રાષ્ટ્રપતિએ બધાંની વચ્ચે ટોક્યા, જાણો વિગત
શપથવિધિના પ્રોટોકોલ મુજબ કોઈ પણ મંત્રી હિન્દી ભાષામાં શપથ લેવાના હોય તો રાષ્ટ્રપતિ પહેલા 'મેં' શબ્દ બોલતા હોય છે. ત્યાર બાદ જ જે-તે મંત્રીએ 'મેં' શબ્દથી શપથનું ઉચ્ચારણ શરૂ કરીને પોતાનું નામ પાછળ બોલીને શપથ લેવાના હોય છે.
અમદાવાદઃ નરેન્દ્ર મોદી-2માં સળંગ બીજી વખતે રાજ્યકક્ષાના મંત્રીના શપથ લેતી વખતે ગુજરાતના મંત્રી મનસુખ માંડવિયાએ થોડી ઉતાવળ કરી નાંખતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને ટોક્યા હતાં. એટલું જ નહીં, કેવી રીતે શપથ લેવા તે બાબતે પણ રાષ્ટ્રપતિ કોવિંદે માર્ગદર્શન આપ્યું હતું. આ સંજોગોમાં બે ઘડી ડઘાઈ ગયા હતા ત્યાર બાદ માંડવિયાએ સ્વસ્થતા કેળવી હતી અને રાષ્ટ્રપતિના સૂચન પ્રમાણે શપથવિધિ પૂર્ણ કરી હતી.
શપથવિધિના પ્રોટોકોલ મુજબ કોઈ પણ મંત્રી હિન્દી ભાષામાં શપથ લેવાના હોય તો રાષ્ટ્રપતિ પહેલા 'મેં' શબ્દ બોલતા હોય છે. ત્યાર બાદ જ જે-તે મંત્રીએ 'મેં' શબ્દથી શપથનું ઉચ્ચારણ શરૂ કરીને પોતાનું નામ પાછળ બોલીને શપથ લેવાના હોય છે.
પરંતુ મનસુખ માંડવિયા કોઈ કારણસર આ પ્રક્રિયા ભૂલી ગયા અને થયું એવું કે કોવિંદ 'મેં' શબ્દ બોલ્યા ત્યાર બાદ પોતે પહેલાં 'મેં' શબ્દ બોલવાને બદલે મનસુખ માંડવિયાએ સીધે-સીધું ‘મનસુખ માંડવિયા ઈશ્વર કી...’ બોલી કાઢ્યું હતું. જોકે, રાષ્ટ્રપતિએ સંપૂર્ણ સ્વસ્થતા સાથે બે વખત મંત્રીજી... મંત્રીજી... બોલીને મનસુખ માંડવિયાને અટકાવ્યા હતા અને પહેલા ‘મેં’ શબ્દ બોલવા કહ્યું હતું. આમ કર્યા બાદ માંડવિયાએ શપથવિધિ પૂર્ણ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement