શોધખોળ કરો

Narendra Modi Oath Ceremony: શું છે તે રેકોર્ડ, જેને ઇન્દિરા ગાંધી પણ નહતી તોડી શકી ? હવે નરેન્દ્ર મોદીએ કરી દીધો ધરાશાયી

Narendra Modi Oath Ceremony: નરેન્દ્ર મોદી રવિવારે (9 જૂન) રાજધાની દિલ્હીમાં ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે

Narendra Modi Oath Ceremony: નરેન્દ્ર મોદી રવિવારે (9 જૂન) રાજધાની દિલ્હીમાં ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. બે વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવનારા ભાજપને આ વખતે તેના સાથી પક્ષો દ્વારા સત્તામાં પાછા ફરવાની તક મળી છે. જો કે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તેઓ આજે રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ પદના શપથ લેવા જઈ રહ્યા છે.

અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સહિત વિદેશી મહેમાનોનો ધસારો આજે દિલ્હી પહોંચવાનો છે. શપથ ગ્રહણ સમારોહ માટે રાજધાનીને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. જો કે એક તરફ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણની ચર્ચા છે. તેવી જ રીતે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની પણ વાત કરવામાં આવી રહી છે. તેનું કારણ ખુદ નરેન્દ્ર મોદી છે, જેમણે પહેલા વડાપ્રધાન નેહરુના રેકોર્ડની બરાબરી કરી છે.

જવાહરલાલ નહેરૂના કયા રેકોર્ડની કરી બરાબરી 
વાસ્તવમાં, નરેન્દ્ર મોદી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી સતત ત્રીજી વખત પીએમ બનનારા બીજા નેતા છે. નેહરુએ 1952, 1957 અને 1962ની સામાન્ય ચૂંટણી જીતીને સતત ત્રણ વખત વડાપ્રધાન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. લગભગ 6 દાયકા બાદ મોદીએ ફરી એકવાર આ સિદ્ધિ હાંસલ કરી છે. આવું કરનારા તેઓ પ્રથમ બિન-કોંગ્રેસી નેતા પણ છે. અત્રે નોંધનીય બાબત એ છે કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પણ પોતાની રાજનીતિની ટોચ પર હોવા છતાં આ કરી શક્યા ન હતા.

ઈન્દિરા જાન્યુઆરી 1966 થી માર્ચ 1977 સુધી ભારતના વડાપ્રધાન હતા. આ પછી, તે 14 જાન્યુઆરી 1980 ના રોજ ફરીથી વડાપ્રધાન બન્યા. જો કે મોદીએ નેહરુના એક રેકોર્ડની બરોબરી કરી હોવા છતાં તેઓ બીજો રેકોર્ડ તોડવામાં સફળ થયા નથી. નેહરુએ 1962માં તેમની ત્રીજી ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મેળવી હતી. 2024ની સામાન્ય ચૂંટણીમાં મોદીની ભાજપે 240 બેઠકો જીતી છે, જે બહુમતીના આંકડા કરતાં 32 ઓછી એટલે કે 272 બેઠકો હતી. આ કારણે તે પોતાના સહયોગીઓની મદદથી સરકાર બનાવી રહી છે.

જવાહરલાલ નેહરૂનો શું છે રેકોર્ડ ? 
જવાહરલાલ નેહરુએ 1947 થી 1964 સુધીના 16 વર્ષ અને 286 દિવસના સમયગાળા માટે ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. પહેલા 1951-52ની સામાન્ય ચૂંટણીમાં, પછી 1957 અને 1962ની ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળી અને નેહરુ વડાપ્રધાન તરીકે ચૂંટાયા. 1962માં ભારતમાં 19 થી 25 ફેબ્રુઆરી વચ્ચે સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી.

તેની ત્રીજી ચૂંટણીમાં નેહરુની આગેવાની હેઠળની કોંગ્રેસ 44.7 ટકા મતો અને 494 બેઠકોમાંથી 361 બેઠકો જીતીને મોટી બહુમતી સાથે સત્તામાં પાછી આવી. 1962માં બહુમત માટે 248 સીટોની જરૂર હતી. જો કે, મે 1964માં તેમના ત્રીજા કાર્યકાળની મધ્યમાં નેહરુનું અવસાન થયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget