શોધખોળ કરો

તાલાલા બેઠક પર હાલ નહીં યોજાય પેટાચૂંટણી, સુપ્રીમ કોર્ટે ભગવાન બારડને શું આપી મોટી રાહત? જાણો વિગત

અમદાવાદઃ તાલાલા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવા અંગેના વિવાદ પર સુપ્રીમ કોર્ટે આજે ભગવાન બારડને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ભગવાન બારડને વચગાળાની રાહત આપતાં હાલ, તાલાલા બેઠકની પેટાચૂંટણી નહીં યોજાય. આ સાથે સુપ્રીમ કોર્ટે વિધાનસભાના અધ્યક્ષ, ચૂંટણીપંચ અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે, હાઈકોર્ટે પેટા ચૂંટણી પર રોક લગાવવાની ભગવાન બારડની માંગણી ફગાવી દેતા તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. નોંધનીય છે કે, ચૂંટણીપંચે લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત પણ કરી હતી. ગુજરાતમાં આ માટે 23મી એપ્રિલે મતદાન પણ યોજાવાનું હતું. જોકે, સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે આપતાં હાલ, પૂરતી ચૂંટણી ટળી ગઈ છે. ભગવાન બારડને ગેરલાયક ઠરાવવાના મુદ્દે તેમણે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં હાલ પેટાચૂંટણી ના યોજાય તે મતલબની માગણી કરી હતી. સાથે જ વિધાનસભા અધ્યક્ષના નિર્ણયને પણ પડકાર્યો હતો. તાલાલા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવા અંગે ચૂંટણીપંચે પોતાનું વલણ કોર્ટ સમક્ષ સ્પષ્ટ કર્યું હતું અને રજૂઆત કરી હતી કે ચૂંટણીપંચે વિધાનસભા અધ્યક્ષ ના જાહેર કરાયેલા મેન્ડેટ પ્રમાણે પગલા લેવાના હોય છે. વિધાનસભા અધ્યક્ષના નિર્ણય પર ફેર વિચારણા કે સમીક્ષા કરવા માટેની એપેલેટ બોડી ચૂંટણીપંચ નથી. ચૂંટણીપંચે પક્ષપાતભર્યું કોઈ વલણ દાખવ્યું નથી. ચૂંટણી પંચે કરેલા એફિડેવિટ બાદ હાઈકોર્ટે ચૂંટણીપંચને એ પણ પૂછ્યું હતું કે જ્યારે ભગવાન બારડને દોષિત જાહેર કરવાના નિર્ણય પર રોક લાગેલી હતી, તેવામાં ઉતાવળથી ચૂંટણી જાહેર કરવાની શું જરૂર હતી, જેમાં ચૂંટણી પંચે પોતે નિયમાનુસાર કાર્યવાહી કરી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. વિધાનસભા અધ્યક્ષના સેક્રેટરીએ આ પહેલા કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે ધારાસભ્યને જે દિવસે બે વર્ષથી વધારેની સજા પડી તે જ દિવસથી તે બેઠક પર તેઓ ગેરલાયક ઠરે અને એ જગ્યા ખાલી પડી ગણાય. તેવામાં ભગવાન બારડની રજૂઆતો કોર્ટે સ્વીકારવી જોઈએ નહીં. ભગવાન બારડે પોતાની અરજીમાં વિધાનસભા અધ્યક્ષના નિર્ણયને પડકારવાની સાથે-સાથે તાલાલા બેઠક પર થનારી પેટા ચૂંટણીને પણ પડકારી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget