શોધખોળ કરો
Advertisement
અમદાવાદ પૂર્વની બેઠક પરથી ભાજપના આ નેતા નહીં લડે ચૂંટણી, જાણો કયા નેતાએ કર્યું ખુલાસો
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકારણ ચરણસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીઓ દરેક સીટ પર પોતાના ઉમેદવારો વિચારી સમજીને નક્કી કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ પૂર્વની સીટ પરથી હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણીને લઈને પરેશ રાવલનું મોટું નિવેદન સામે આવ્યું છે. પરેશ રાવલ આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
2014ની લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વની બેઠક પરથી પરેશ રાવલ મોટા અંતરથી જીત્યા હતા. પરંતુ આ વખતે બોલીવુડ સ્ટાર્સ પરેશ રાવલ લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ચૂંટણી પહેલા ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયામાં અમદાવાર પૂર્વના કાર્યકારો અને લોકોમાં પરેશ રાવલને લઈને મોટો રોષ જોવા મળ્યો હતો. અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન પરેશ રાવલનો વિરોધ જોવા મળ્યો હતો. જેના કારણે પરેશ રાવલે જાતે જ લોકસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પરેશ રાવલે આ વિશે જણાવ્યું હતું કે, હું આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડું, પરંતુ હું પીએમ મોદી અને પાર્ટીને હંમેશાં મારો ટેકો આપતો રહીશ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement