PM Modi Oath Ceremony: શપથગ્રહણ સમારોહ પૂર્ણ, મોદી 3.0માં 71 મંત્રીઓએ લીધા શપથ
PM Modi Oath Taking Ceremony Live: આ પછી તેમની સરકારમાં સામેલ થનારા કેબિનેટ મંત્રીઓ શપથ લેશે. હવેથી થોડા સમય બાદ નેતાઓ શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચવાનું શરૂ કરશે.
LIVE
Background
PM Modi Oath Taking Ceremony Live: PM નરેન્દ્ર મોદી આજે સાંજે 7:15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. શપથગ્રહણ પહેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પહેલા નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ પછી તેમની સરકારમાં સામેલ થનારા કેબિનેટ મંત્રીઓ શપથ લેશે. હવેથી થોડા સમય બાદ નેતાઓ શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચવાનું શરૂ કરશે.
મોદી કેબિનેટમાં આ નેતાઓનો સમાવેશ થશે!
મોદીની કેબિનેટમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, શિવરાજ સિંહ ચૌહાણ, અર્જુન રામ મેઘવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, પંકજ ચૌધરી, રાવ ઈન્દ્રજીત સિંહ, બી.એલ. વર્મા અને અન્નપૂર્ણા દેવીનો સમાવેશ થાય છે.
આ નેતાઓને પણ મળશે મોદી કેબિનેટમાં સ્થાન!
જિતિન પ્રસાદ, અજય ટમ્ટા, ચિરાગ પાસવાન, જી. કિશન રેડ્ડી, બી. સંજય કુમાર, મનસુખ માંડવિયા, જયંત ચૌધરી, મનોહર લાલ, રામદાસ આઠવલે, ગજેન્દ્ર સિંહ શેખાવત, જીતન રામ માંઝી, સર્બાનંદ સોનોવાલ, એચ.ડી. કુમારસ્વામી, પ્રહલાદ જોશી, હર્ષ મલ્હોત્રા, રક્ષા ખડસે, નિત્યાનંદ રાય પણ સામેલ છે.
PM Modi Oath Taking Ceremony Live: ચિરાગ પાસવાને પ્રથમ વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
બિહારના હાજીપુરના સાંસદ અને LJP (R)ના નેતા ચિરાગ પાસવાને પ્રથમ વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ચિરાગ એલજેપીના દિવંગત નેતા રામવિલાસ પાસવાનનો પુત્ર છે.
PM Modi Oath Taking Ceremony Live: સીઆર પાટીલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
ગુજરાતના નવસારીના સાંસદ અને પીએમ નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા સીઆર પાટીલે પ્રથમ વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે અને ચોથી વખત સાંસદ બન્યા છે.
PM Modi Oath Taking Ceremony Live: જી કિશન રેડ્ડીએ હિન્દીમાં લીધા શપથ, સતત બીજી વખત સાંસદ બન્યા
તેલંગણાની સિકંદરાબાદ સીટથી સાંસદ બનેલા જી કિશન રેડ્ડીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ સતત બીજી વખત સાંસદ બન્યા હતા. અગાઉની સરકારમાં સંસ્કૃતિ મંત્રી હતા.
PM Modi Oath Taking Ceremony Live: કિરેન રિજિજુ, હરદીપ સિંહ પુરી, મનસુખ માંડવિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
કિરેન રિજિજુ, હરદીપ સિંહ પુરી અને મનસુખ માંડવિયાએ મોદી 3.0 કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા.
PM Modi Oath Taking Ceremony Live: અત્યાર સુધી આ નેતાઓએ કેબિનેટ મંત્રી તરીકે લીધા છે શપથ
ઓડિશાના સુંદરગઢના સાંસદ અને ભાજપનો આદિવાસી ચહેરો જુએલ ઓરામ, બિહારના બેગુસરાયના સાંસદ અને ભૂમિહાર જાતિના સાંસદ ગિરિરાજ સિંહ, અગાઉની સરકારમાં રેલવે પ્રધાન રહેલા અને ઓડિશાના રાજ્યસભાના સાંસદ અશ્વિની વૈષ્ણવ, મધ્યપ્રદેશમાં ગુના અને અગાઉની સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.