શોધખોળ કરો

પહેલા કર્ણાટક અને હવે કોંગ્રેસે મધ્યપ્રદેશને ATM બનાવ્યુંઃ PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં સંબોધી સભા. સભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. આ સમયે તેમણે પહેલા કર્ણાટક અને હવે કોંગ્રેસે મધ્યપ્રદેશને ATM બનાવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 23મી એપ્રિલે મતદાન થવાનું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સભા કરવાના છે. સવારે નરેન્દ્ર મોદી રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યાંથી ચોપરમાં જૂનાગઢ આવ્યા છે. અહીં તેઓ કૃષિ યુનિવર્સિટી ખાતે સભાને સંબોધન કરી રહ્યા છે. અહીં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, પહેલા કર્ણાટક અને હવે કોંગ્રેસે મધ્યપ્રદેશને ATM બનાવ્યું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ગર્ભવતી મહિલાઓના પૈસા લૂંટી રહી છે. મોદીએ સોરઠની ધરતીના વખાણ કર્યા કર્યા હતા અને સોરઠની ધરતીની મહિમા વર્ણવી હતી. તેમણે કહ્યું કે, કેમ છો બધા ? કેસર કેરી અને કેસરી સિંહ એ જૂનાગઢમાં જ છે. દાન-ધર્મ અને સંતોની તપસ્યાની ભૂમિમાં આવવાનું થયું. તમારા દીકરાએ, ચોકીદારે જે સરકાર ચલાવી એ જોઈને તમને ગર્વ થાય છે ? ભ્રષ્ટાચારનો કોઈ ડાઘ નથી લાગ્યો, ગર્વ છે ને ? તેમણે કહ્યું કે, કોંગ્રેસના ગોટાળામાં એક નવું નામ જોડાયું છે. સબૂતોની સાથે નવો ગોટાળો કોંગ્રેસના ખાતામાં આવ્યો. કોંગ્રેસ ગરીબના મોઢામાંથી મળવા પાત્ર આહાર છીનવી એના નેતાના પેટ ભરે છે. જૂનાગઢના કોઈ વ્યક્તિ સરદાર વલ્લભભાઈ પટેલને ભૂલી શકે છે ? સરદાર ન હોત તો સોમનાથની દશા શું હોત? હવે મારી વારી છે, સરદારને ગીરાવી દીધા, મુરારજીભાઈને ગીરાવી દીધા. મોદી આતંકવાદ હટાવાની વાત કરે છે તો કોંગ્રેસ મોદીને હટાવાની વાત કરે છે .એક ગાળ બાકી નથી જે તમારા દિકરાને ન મળી હોય. ગુજરાત દેશ માટે મરે એની ધરતી છે. હળી મળીને રહેવું એ ગુજરાતીઓનો સ્વભાવ છે. કોંગ્રેસ આજે હિંદુસ્તાનીની ભાવનાને ઠેસ પહોંચાડે છે. દેશમાં બે પ્રધાનમંત્રી હોવા જોઈએ ? આવી કોઈ માંગણી કરે ? આની સાથે કોંગ્રેસ પક્ષ ચાલે છે. પી.એમ મોદી જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી દેશને તોડવાની વાત ઉઠે છે. દેશહિતની વાત આવે એટલે ભાજપ આગળ હોય. બધા નિર્ણયમાં દેશહિતમાં સર્વોપરી હોય છે. આજે દેશમાં એક વાતાવરણ ડરનું બનાવવામાં આવ્યું. ડર ડરમાં ફરક છે. એર સ્ટ્રાઈક, સર્જીકલ સ્ટ્રાઈકથી કોંગ્રેસ ડરી ગઈ છે. ભારતે કરેલ એર સ્ટ્રાઈકથી તમને સંતોષ છે ને? પી.એમ મોદીએ કહ્યું મારે સેનાને કહેવાનું હોય તમને છૂટ છે. જવાનોએ પરાક્રમ કર્યુ પાકિસ્તાનમાં પેટમાં દુખ્યું. ભારતમાં કોંગ્રેસને તમારામાં તાકાત ન હોય તો કરે છે તેને કરવા દો. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને ઢકોસલા પત્ર કઉ છુ. 21 મી સદીના યુવાનો પહેલીવાર મતદાન કરવાના છે. પહેલો વોટ દેશના હિતમાં સમર્પિત કરે. પહેલો અવસર જીવનમાં મોટી ઘટના. લોકસભાના ઉમેદવારો જાહેર થયા પછી સૌરાષ્ટ્રમાં મોદીની પ્રથમ સભા છે. આ સભામાં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાના ઉમેદવારો હાજર રહેશે. દુષ્કાળના વર્ષમાં સૌરાષ્ટ્રના ખેડૂતોને રિઝવવા ભાજપનો પ્રયાસ છે. સૌરાષ્ટ્રમાં ગ્રામ્ય વિસ્તારોના મતો અંકે કરવા માટે ભાજપનો પ્રયાસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે બપોરે તાપીના સોનગઢ ખાતે આવશે. 23 બારડોલી લોકસભા મત વિસ્તારમાં તેઓ ચૂંટણી પ્રચાર કરવાના છે. સોનગઢના ગુણસદા ખાતે જંગી જાહરે સભાને સંબોધશે. બપોરે સુરત એરપોર્ટ પરથી હેલિકોપ્ટર મારફતે સભા સ્થળે પહોંચશે. પોલીસ વિભાગ દ્વારા મોદીના આગનમને લઈને ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાત પ્રભારી ઓમ માથુર અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget