શોધખોળ કરો
Advertisement
મમતા બેનર્જી એવા લોકોને સાથ આપી રહી છે જેઓ ભારતમાં 2 PM ઇચ્છે છેઃ મોદી
મોદીએ કહ્યું કે, દીદી હાલમાં એવા લોકોનો સાથ આપી રહી છે જે ભારતમાં બે વડાપ્રધાન ઇચ્છે છે.
કૂચબિહારઃ પશ્વિમ બંગાળના કૂચબિહારમાં એક ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને મમતા બેનર્જી પર સ્પીડ બ્રેકર દીદી હોવાનો આરોપ લગાવી કહ્યું કે, તેમણે કેન્દ્રની યોજનાઓ પર તમામ પ્રકારે બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો છે. તેઓ આજકાલ ડરેલા છે અ એટલા માટે શાંતિથી સૂઇ શકતા નથી. મોદીએ કહ્યું કે, દીદી હાલમાં એવા લોકોનો સાથ આપી રહી છે જે ભારતમાં બે વડાપ્રધાન ઇચ્છે છે. શું ભારતમાં બે વડાપ્રધાન હોવા જોઇએ? પરંતુ દીદીએ મોદીના વિરોધમાં પોતાના આવા સાથીઓને લઇને ચૂપકીદી સેવી છે.
PM in Cooch Behar, West Bengal: The promise of 'Ma Maati Maanush' is on one hand & the truth of TMC on the other hand. For vote bank politics, didi forgot 'Ma' and sided with those who raise slogans of 'Bharat ke tukde tukde'. This is an insult to 'Ma'. pic.twitter.com/Fu4eLe4uSN
— ANI (@ANI) 7 April 2019 વડાપ્રધાને કહ્યું કે, સ્પીડ બ્રેકર દીદીએ જો કેન્દ્ર સરકારની યોજનાઓને રોકી ના હોત તો આજે ઘણી સુવિધાઓનો તમને લાભ મળતો હોત. હવે દીદીને પાઠ ભણાવવા માટે 2019ની લોકસભા ચૂંટણી આવી છે. જો તમે કેન્દ્રમાં અમને મજબૂત કરવા માંગતા હોત તો અમારો વિશ્વાસ રાખો દીદી તમારા વિકાસ માટે મજબૂર થઇ જશે. તેમને ઝૂકવું પડશે. તેમને ખ્યાલ આવી જશે કે તેમની મનમાની આગળ ચાલશે નહીં. મોદીએ કહ્યું કે, દીદીનો વાસ્તવિક ચહેરો લોકો સામે લાવવો જરૂરી છે.વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ગુજરાત
અમદાવાદ
Advertisement