શોધખોળ કરો
‘સભી મોદી ચોર હૈ’ વાળા નિવેદન પર ફરી ફસાયા રાહુલ ગાંધી, પીએમ મોદીએ જાહેરમાં કહ્યું મને વિપક્ષ ગાળો આપી રહ્યુ છે...
છત્તીસગઢની એક ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું કે, જેની સરનેમ સામે મોદી લાગી રહ્યું છે તે બધાનો રાહુલ ગાંધી ચોર ગણાવે છે. આ કેવી રાજનીતિ છે. તેમને આખા મોદી સમાજને ચોર કહી દીધુ છે, તે પણ માત્ર તાળીઓ પડાવવા માટે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઇને શાસક અને વિપક્ષ સામ સામે આવી ગયા છે. મતદારોને પોતાના પક્ષમાં આકર્ષવા માટે એકબીજા પીએમ મોદી તો બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મોટી મોટી જનસભાઓ કરી રહ્યાં છે. આમાં એકપછી એક વાક્ય પ્રહાર થઇ રહ્યાં છે. થોડાક દિવસો પહેલા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રની એક રેલીમાં પીએમ મોદી પર સીધો હુમલો કર્યો હતો, કહ્યું હતુ કે, ‘સભી મોદી ચોર હૈ’, બધા ચોર મોદી જ કેમ છે. હવે આ વાક્ય પ્રહારથી ફરી એકવાર કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઇ ગયુ છે. રાહુલ ગાંધીને પોતાના જ સ્ટેટમેન્ટથી પીએમ મોદીએ પલટવાર કર્યો છે. મોદીએ કહ્યું કે, ‘પરિવાર’ અને ‘વંશવાદ’ની રાજનીતિનો વિરોધ કરનારાઓને ગાળો સાંભળવી પડી રહી છે.
છત્તીસગઢની એક ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું કે, જેની સરનેમ સામે મોદી લાગી રહ્યું છે તે બધાનો રાહુલ ગાંધી ચોર ગણાવે છે. આ કેવી રાજનીતિ છે. તેમને આખા મોદી સમાજને ચોર કહી દીધુ છે, તે પણ માત્ર તાળીઓ પડાવવા માટે. મોદીએ કહ્યું હું દુઃખી છું જે અહીં સાહુ સમાજ છે, જો તે ગુજરાતમાં હોય તો તેમને મોદી કહેવાતા. રાજસ્થાનમાં રહેતા હોય તો તેમને રાઠૌર કહેવાતા, શું બધા મોદી ચોર છે? આ લોકો શું ભાષા બોલી રહ્યાં છે?
છત્તીસગઢની એક ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું કે, જેની સરનેમ સામે મોદી લાગી રહ્યું છે તે બધાનો રાહુલ ગાંધી ચોર ગણાવે છે. આ કેવી રાજનીતિ છે. તેમને આખા મોદી સમાજને ચોર કહી દીધુ છે, તે પણ માત્ર તાળીઓ પડાવવા માટે. મોદીએ કહ્યું હું દુઃખી છું જે અહીં સાહુ સમાજ છે, જો તે ગુજરાતમાં હોય તો તેમને મોદી કહેવાતા. રાજસ્થાનમાં રહેતા હોય તો તેમને રાઠૌર કહેવાતા, શું બધા મોદી ચોર છે? આ લોકો શું ભાષા બોલી રહ્યાં છે? વધુ વાંચો





















