(Source: ECI/ABP News/ABP Majha)
Punjab Elections 2022: જાણીતા એક્ટર સોનુ સૂદની બહેન પંજાબમાં કઈ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડશે ?
Punjab Elections 2022: કોંગ્રેસે 86 સીટ પર ઉમેદવારો જાહેર કર્યા છે. સીએમ ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબ એસીથી અને નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર ઈસ્ટથી ચૂંટણી લડશે.
Punjab Elections 2022: પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસે 86 સીટ પર ઉમેદવારો જાહેર કર્યા છે. સીએમ ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબ એસીથી અને નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર ઈસ્ટથી ચૂંટણી લડશે.
સોનુ સૂદની બહેન ક્યાંથી ચૂંટણી લડશે
સોનુ સૂદની બહેન માલવિકા સૂદ મોગાથી ચૂંટણી લડશે. પ્રતાપ સિંહ બાજવા કડિયાનથી અને ગાયક સિદ્ધુ મુસેવાલા માનસાથી ચૂંટણી લડશે. સુજાનપુરથી નરેશ પુરીને, અમિત વિજને પઠાણકોટથી, બરિન્દરજીત સિંહ પાહરાને ગુરદાસપુરથી મેદાનમાં ઉતાર્યા છે. અરુણા ચૌધરી દીના નગરથી ચૂંટણી લડશે.
#UPDATE | Congress, Punjab polls list: Sonu Sood's sister Malvika Sood to contest from Moga
— ANI (@ANI) January 15, 2022
પંજાબમાં ક્યારે વોટિંગ
પંજાબ-ઉત્તરાખંડ અને ગોવામાં એક જ તબક્કામાં 14 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 10 માર્ચે પરિણામ જાહેર થશે.
પંજાબમાં 117 સીટઃ જાણો હાલ કોની પાસે કેટલી છે સીટ
કોંગ્રેસ - 77
આમ આદમી પાર્ટી - 20
અકાલી દળ - 15
ભાજપા - 3