UP Elections 2022: UP ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો કર્યા જાહેર, જાણો સીએમ યોગી અને કેશવ મૌર્ય ક્યાંથી લડશે ચૂંટણી ?
UP Elections 2022: કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાજપે લગભગ 170 બેઠકો માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી.
UP elections 2022: દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે. આજે ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મોટી વાત એ છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર શહેરથી ચૂંટણી લડશે. જ્યારે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સિરાથુથી ચૂંટણી લડશે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાજપે લગભગ 170 બેઠકો માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી.
ભાજપે પ્રથમ તબક્કાની 58 બેઠકોમાંથી 57 અને બીજા તબક્કાની 55 બેઠકોમાંથી 48 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.
સીએમ યોગી- ગોરખપુર શહેર
કેશવ પ્રસાદ મૌર્ય - સિરથુ
મથુરા- શ્રીકાંત શર્મા
નોઈડા- પંકજ સિંહ
હસ્તિનાપુર- દિનેશ ખટીક
મેરઠ - કમલ દત્ત શર્મા
સરધના - સંગીત સોમ
મેરઠ દક્ષિણ - સોમેન્દ્ર તોમર
હાપુર - વિજય પાલ
ગઢ- હરેન્દ્ર ચૌધરી
ધારાસભ્યોએ ભાજપ છોડ્યા બાદ પાર્ટી બેકફૂટ પર
દિલ્હીમાં મળેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે માત્ર 10 ટકા ધારાસભ્યોને જ ટિકિટ મળશે. યોગી સરકારમાં સ્વામી પ્રસાદ મૌર્ય, દારા સિંહ ચૌહાણ, ધરમ સિંહ સૈની સહિતના મંત્રીઓ અને તેમના સમર્થકો ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા બાદ પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે.
યુપી ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે
જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા સીટો માટે સાત તબક્કામાં મતદાન 10 ફેબ્રુઆરીથી શરૂ થશે. યુપીમાં સાત તબક્કામાં 10, 14, 20, 23, 27 અને 3 અને 7 માર્ચે મતદાન થશે. જ્યારે 10 માર્ચે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચે કોરોનાને જોતા યુપી, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી માટે 15 જાન્યુઆરી સુધી કોઈપણ રાજકીય રેલી અને રોડ શોની મંજૂરી આપી નથી.