Election Fact Check: 'રાહુલ ગાંધીએ અયોધ્યામાં લીધી રામ મંદિરની મુલાકાત', જાણો વાયરલ વીડિયોની હકીકત
Rahul Gandhi in Ram Mandir Viral Video Fact Check:આ દિવસોમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Rahul Gandhi in Ram Mandir Viral Video Fact Check: આ દિવસોમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી મંદિરમાં જતા જોવા મળી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકસભા ચૂંટણી 2024 માટે રાયબરેલીથી ઉમેદવારી નોંધાવ્યા બાદ તેઓ અયોધ્યામાં રામ મંદિર ગયા હતા.
ફેક્ટ ચેકમાં બૂમની ટીમને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રાહુલ ગાંધીનો વાયરલ વીડિયો નોમિનેશન પછીનો નથી, પરંતુ ફેબ્રુઆરી 2023નો છે. ત્યારે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી રામ મંદિર નહીં પણ ઝારખંડના દેવઘર જિલ્લામાં સ્થિત બાબા બૈદ્યનાથ ધામ મંદિર ગયા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રાહુલ ગાંધી મંદિરમાંથી બહાર નીકળતા જોવા મળે છે અને તેમની આસપાસ લોકોની ભીડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં નારા લગાવતી જોવા મળે છે.
વીડિયો શેર કરતી વખતે એક ફેસબુક યુઝરે લખ્યું, “રાયબરેલીથી ઉમેદવારી નોંધાવ્યા બાદ રાહુલ ગાંધીએ અયોધ્યાની મુલાકાત લીધી, જનાદેશ સાથે ભીડ તૈયાર મળી, ભારે અપમાન, નરેન્દ્ર મોદી ઝિંદાબાદ નરેન્દ્ર મોદી ઝિંદાબાદ.”
ફેક્ટ ચેકમાં શું જાણવા મળ્યું ?
બૂમની ટીમે વાયરલ દાવાની ચકાસણી કરવા માટે ઇનવિડ ટૂલની મદદથી ગૂગલ પર રિવર્સ ઇમેજ સર્ચ કર્યું હતું. અમને 3 ફેબ્રુઆરી, 2024 ના ઘણા ન્યૂઝ રિપોર્ટ્સ મળ્યા હતા
સમાચાર એજન્સી એએનઆઈના એક્સ એકાઉન્ટ પર આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે ઝારખંડના દેવઘરમાં કોગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની બૈદ્યનાથ ધામ મંદિરની મુલાકાત દરમિયાન કેટલાક લોકોએ રાહુલ ગાંધી જિંદાબાદની સાથે નરેન્દ્ર મોદી જિંદાબાદના નારા લગાવ્યા હતા.
#WATCH | Slogans including "Narendra Modi Zindabad", "Rahul Gandhi Zindabad" raised by some people during Congress MP Rahul Gandhi's visit to Baba Baidyanath Dham temple, in Deoghar, Jharkhand pic.twitter.com/FEInvJOLfV
— ANI (@ANI) February 3, 2024
અમને ન્યૂઝ18ની યુ-ટ્યૂબ પર એક વિડિયો પણ મળ્યો હતો. જેમાં બતાવવામાં આવ્યું હતું કે ઝારખંડના દેવઘરમાં મંદિરમાંથી બહાર આવ્યા બાદ કોંગ્રેસ નેતાનું 'મોદી-મોદી'ના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે 3 મેના રોજ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના રાયબરેલીથી લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી નોંધાવી હતી.
#WATCH | Uttar Pradesh: Congress MP Rahul Gandhi files nomination from Raebareli for the upcoming #LokSabhaElection2024
— ANI (@ANI) May 3, 2024
BJP has fielded Dinesh Pratap Singh from Raebareli. pic.twitter.com/R0IYOCnJA1
આ સિવાય અમને રાહુલ ગાંધીના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અથવા અલગથી કોઈ વિશ્વસનીય સમાચાર મળ્યા નથી, જે પુષ્ટી કરે કે તેમણે રાયબરેલીથી ઉમેદવારી નોંધાવ્યા પછી અયોધ્યા રામ મંદિરની મુલાકાત લીધી હતી.
એનડીટીવીના 10 જાન્યુઆરી, 2024ના સમાચાર અહેવાલ અનુસાર, કોંગ્રેસે અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી ન આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ત્યારે કોંગ્રેસે અયોધ્યાના રામ મંદિરને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો "રાજકીય પ્રોજેક્ટ" ગણાવ્યો હતો.
Disclaimer: This story was originally published by Boom and republished by ABP Live Hindi as part of the Shakti Collective.