શોધખોળ કરો
Advertisement
રવિન્દ્ર જાડેજાએ ટ્વિટ કરીને BJPને કર્યું સમર્થન, જાણો PM નરેન્દ્ર મોદીએ શું આપ્યો જવાબ
સોમવારે સાંજે જાડેજાએ એક ટ્વિટ કરીને બીજેપીનો સિમ્બોલ શેર કર્યો હતો. આ સાથે તેમને પોતાની ટ્વિટમાં નરેન્દ્ર મોદીને ટેગ કરીને પોતાની પત્નીનું હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ જાડેજાની ટ્વિટનો જવાબ પણ આપ્યો છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલથી રવિન્દ્ર જાડેજાનો આભાર માનતાં થેન્ક્યૂ લખ્યું છે.
નવી દિલ્હી: વર્લ્ડકપ ટીમમાં પસંદગી થયાના થોડાંક જ કલાકો બાદ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ભાજપને સમર્થન આપતું ટ્વિટ કર્યું છે. લોકસભાની ચૂંટણીની વચ્ચે કરેલી સોમવારે સાંજે જાડેજાએ એક ટ્વિટ કરીને બીજેપીનો સિમ્બોલ શેર કર્યો હતો.
આ સાથે તેમને પોતાની ટ્વિટમાં નરેન્દ્ર મોદીને ટેગ કરીને પોતાની પત્નીનું હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ જાડેજાની ટ્વિટનો જવાબ પણ આપ્યો છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલથી રવિન્દ્ર જાડેજાનો આભાર માનતાં થેન્ક્યૂ લખ્યું છે.Thank you @imjadeja! And, congratulations on being selected for the Indian cricket team for the 2019 World Cup. My best wishes. https://t.co/wLbssqSoTB
— Chowkidar Narendra Modi (@narendramodi) April 16, 2019
રવિન્દ્ર જાડેજાનો પુરો પરિવાર હાલમાં સક્રિય રાજનીતિમાં આવ્યો છે. રવિન્દ્રની પત્ની રિવાબા જાડેજા માર્ચ મહિનામાં બીજેપીમાં જોડાયા હતા. રિવાબા બાદ રવિન્દ્ર જાડેજાના પિતા અને બહેન રાજનીતિના મેદાનમાં ઉતર્યાં છે અને તેમને કોંગ્રેસનો હાથ થામ્યો છે. રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધ સિંહ અને બહેન નયના જાડેજાએ ગત 14 એપ્રિલના રોજ કોંગ્રેસમાં જોડાયા હતા. બન્નેએ જામનગર જિલ્લાના કાલાવાડમાં કોંગ્રેસની એક રેલી દરમિયાન આ નિર્ણય લીધો હતો. આ રીતે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની બીજેપીમાં અને પિતા અને બહેન કોંગ્રેસમાં જોડાયા છે, જ્યારે રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાયા છે ત્યારે તેમનું ઘર રાજનીતિનો અખાડો બની ગયું છે.I support BJP.@narendramodi #rivabajadeja jai hind 🇮🇳 pic.twitter.com/GXNz5o07yy
— Ravindrasinh jadeja (@imjadeja) April 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement