શોધખોળ કરો
Advertisement
ડાન્સર સપના ચૌધરીએ કહ્યું, 'કોંગ્રેસમાં નથી જોડાઈ, પ્રિયંકા ગાંધી સાથેની તસવીર જૂની'
નવી દિલ્હી: ડાન્સર સપના ચૌધરીએ શનિવારે રાત્રે કોંગ્રેસનો ખેંસ ધારણ કર્યો હોવાના સમાચાર હતા જોકે, આ બધાની વચ્ચે સપના ચૌધરીએ આજે ખુલાસો કર્યો છે. સપના ચૌધરીએ કહ્યું, તે ક્યારેય કોંગ્રેસમાં જોડાઈ જ નથી અને તેની પ્રિયંકા ગાંધી સાથેની તસવીર જે માધ્યમોમાં પ્રસારિત થઈ હતી તે હાલની નહીં પરંતુ જૂની તસવીર છે.
છેલ્લા ઘણા દિવસોથી ડાન્સર સપના ચૌધરીની કોંગ્રેસમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. એક ચર્ચા એવી પણ હતી કે સપના ચૌધરીને કોંગ્રેસ મથુરા લોકસભા બેઠક પરથી હેમા માલિની સામે ચૂંટણી મેદાનમાં ઉતારશે. જોકે, મથુરા બેઠક પર ઉમેદવાર જાહેર તો થયા પરંતુ તેમાં સપના ચૌધરીનું નામ નહોતું. આ બધાની વચ્ચે સપના ચૌધરીએ ખુલાસો કર્યો કે તેણે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ લીધું જ નથી. સપના ચૌધરીએ કહ્યું, પ્રિયંકા ગાંધી સારા વ્યક્તિ છે, મારી તેમની સાથે મુલાકાત થઈ હતી. મારા નામનો ઉપયોગ થયો હોય તો ભલે થાય. હું કોંગ્રેસમાં જોડાઈ નથી. મારી લોકસભા લડવાની મારી ઉંમર નથી. મને રાજકારણથી ચીડ છે. હું ક્યાંય જોડાઈ નથી. હું મારું કામ કરી રહી છું, કરતી રહીશ. જ્યારે હું રાજકારણમાં જોડાઈશ તો જણાવીશ કે મે રાજકારણ જોઈન કર્યું છે, પરંતુ હાલમાં સમાચારો ખોટા છે.#WATCH Haryanavi singer & dancer Sapna Chaudhary says, "I have not joined the Congress party. The photograph with Priyanka Gandhi Vadra is old." #LokSabhaElections2019 pic.twitter.com/brcvaKOAIQ
— ANI (@ANI) March 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement