શોધખોળ કરો
Advertisement
ભાજપના 'શત્રુ' રાહુલ ગાંધીને મળ્યા, આ દિવસે જોડાશે કૉંગ્રેસમાં, જાણો
નવી દિલ્હીઃ ભાજપના દિગ્ગજ નેતા શત્રુઘ્ન સિન્હા આજે નવી દિલ્હીમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા. શત્રુઘ્ન સિન્હા આગામી 6 એપ્રિલના રોજ કૉંગ્રેસ પાર્ટીમાં જોડાશે. છેલ્લા ઘણા સમયથી તેઓ ભારતીય જનતા પાર્ટીથી નારાજ હતા.
કૉંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ શત્રુઘ્ન સિન્હાએ કહ્યું, નવરાત્રિમાં શુભ મૂર્હત હોય છે, એટલે તેઓ સારા કામની શરૂઆત પ્રથમ નવરાત્રિના 6 એપ્રિલથી કરશે. તેમણે કહ્યું બિહારની પટના સાહિબ લોકસભા બેઠક પરથી જ તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે.Shatrughan Sinha meets Congress President Rahul Gandhi in Delhi. pic.twitter.com/UXAChtZHfR
— ANI (@ANI) March 28, 2019
Shatrughan Sinha on being asked 'if he will contest from Patna Sahib?': Situation kuch bhi ho location wahi hoga. https://t.co/ybPjaet9lM
— ANI (@ANI) March 28, 2019
શત્રુઘ્ન સિન્હા પટના સાહિબ લોકસભા સીટથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બની શકે છે. પાટના સાહિબ સીટથી આ તેમનો બીજો લોકસભા કાર્યકાળ હશે. આ વખતે આ સીટ પરથી ભાજપે તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
આ પહેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને ચૂંટણી અભિયાન સમિતિના ચેરમેન અખિલેશ પ્રસાદ સિંહે મંગળવારે પટણામાં એક પત્રકાર પરિષદ દરમિયાન શત્રુઘ્ન સિંહાના કોંગ્રેસમાં સામેલ થવાના અહેવાલોને સમર્થન આપ્યું હતું.
મોદી તમામ કામ મિશનથી કરે છે, કોગ્રેસ હટાઓ ગરીબી પણ હટશે:PM મોદી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion