શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં CM ખુરશી પર શિવસેનાની નજર, BJPએ કહ્યું- અમારા હશે સીએમ
શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું છે કે, “મહારાષ્ટ્ર અને દેશની રાજનીતિમાં શિવસેના આજે ધારદાર તલવારની જેમ ચમકી રહ્યું છે. ભાજપ સાથે ગઠબંધન જરૂરી છે પરંતુ શિવસેના પોતાના વિચારોવાળું સંગઠન છે. એક સંકલ્પ લઈને શિવસેના આગળ વધી રહી છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને શિવસેના વચ્ચે સીએમ પદને લઈ દોડ લાગી છે. શિવસેનાએ 53માં સ્થાપન દિવસ પર પાર્ટીના મુખપત્ર સામનામાં લક્યું કે, એવું કામ કરો કે આગામી મુખ્યમંત્રી શિવસેનાનો હોય તો બીજેપીએ કહ્યું આગામી સીએમ અમારો જ હશે. આ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે મહારાષ્ટ્રમાં ભલે બંન પક્ષો સાથે હોય પરંતુ મુખ્યમંત્રીને લઈ બંને પાર્ટી એક સુરમાં વાત કરતી નથી.
શું લખ્યું છે સામનામાં ?
શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું છે કે, “મહારાષ્ટ્ર અને દેશની રાજનીતિમાં શિવસેના આજે ધારદાર તલવારની જેમ ચમકી રહ્યું છે. ભાજપ સાથે ગઠબંધન જરૂરી છે પરંતુ શિવસેના પોતાના વિચારોવાળું સંગઠન છે. એક સંકલ્પ લઈને શિવસેના આગળ વધી રહી છે. આ સંકલ્પના આધારે અમે વિધાનસભાને ‘ભગવો’ કરીને છોડીશું અને શિવસેનાના 54માં સ્થાપના દિવસ સમારોહમાં પક્ષનો જ મુખ્યમંત્રી બિરાજમાન હશે. ચાલો આ સંકલ્પ લઇને કામ શરૂ કરીએ.”
સીએમ ફડણવીસે શું કહ્યું ?
શિવસેનાના સ્થાપના દિવસ પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, શિવસેના-બીજેપી ગઠબંધન માત્ર રાજ્યનું જ નહીં પરંતુ દેશનું સૌથી જૂનું ગઠબંધન છે. બાલાસાહેબ ઠાકરે અને અટલ-અડવાણીજીના નેતૃત્વમાં કરવામાં આવેલું ગઠબંધન અતૂટ છે. અમારી વચ્ચે ખટરાગ થયો હતો તે વાત સાચી છે પરંતુ એક ઘરમાં રહીને લોકો વચ્ચે મતભેદ થઈ જાય છે પરંતુ અલગ થતા નથી. આ રીતે અમે પણ અલગ નહીં થઈએ, શિવસેના મારું ઘર છે.
શિખર ધવનના સ્થાને પંતનો ટીમમાં સમાવેશ કરવામાં ભારતને શું થઈ શકે છે ફાયદા, જાણો વિગત
વર્લ્ડકપઃ ભારત સામે હાર બાદ PCB ચેરમેને કેપ્ટન સરફરાઝને કર્યો ફોન, કહી આ વાત, જાણો વિગત
રેનોની કોમ્પેક્ટ 7 સીટર કાર Triber થઈ રજૂ, જાણો કેવા છે ફીચર્સ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement