શોધખોળ કરો

Sikkim Assembly Election Result 2024 LIVE: સિક્કિમમાં SKMની જીત, જાણો કેટલી મળી સીટ

Sikkim Assembly Election Result 2024: સિક્કિમ વિધાનસભા માટે 19 એપ્રિલ 2024ના રોજ ચૂંટણી યોજાઈ હતી. 32 સભ્યોની આ વિધાનસભામાં બહુમતીનો આંકડો 17 છે. હાલમાં રાજ્યમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચાની સરકાર છે.

LIVE

Key Events
Sikkim Assembly Election Result 2024 LIVE:  સિક્કિમમાં SKMની જીત, જાણો કેટલી મળી સીટ

Background

Sikkim Assembly Election Result 2024: લોકસભા ચૂંટણીના પરિણામોની રાહ જોવાઈ રહી છે ત્યારે સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ રવિવારે (2 જૂન)ના રોજ મતગણતરી થઈ રહી છે. સવારે 6 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. હાલમાં, સિક્કિમમાં 'સિક્કિમ ક્રાંતિકારી મોરચા' (SKM) સરકાર છે, જે ફરીથી સત્તામાં પાછા ફરવાની રાહ જોઈ રહી છે. રાજ્યમાં તેની મુખ્ય સ્પર્ધા સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) સાથે છે.

સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં SKM અને SDF સિવાય અન્ય પક્ષો પણ છે, જે ચૂંટણી જીતવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને સિટીઝન એક્શન પાર્ટી-સિક્કિમ (CAP-S) પણ ચૂંટણી મેદાનમાં છે. સિક્કિમ વિધાનસભામાં 32 સીટો છે. બહુમતી મેળવવા માટે કોઈપણ પક્ષને ઓછામાં ઓછી 17 બેઠકોની જરૂર હોય છે. આ વખતે આ 32 બેઠકો પર 146 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. સિક્કિમની કુલ વસ્તી લગભગ 6.5 લાખ છે.

મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમાંગ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પવન કુમાર ચામલિંગ, ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ કેપ્ટન ભાઈચુંગ ભૂટિયા અને તમંગની પત્ની કૃષ્ણા કુમારી રાય જેવા અગ્રણી લોકો ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લી ચૂંટણીઓમાં SKFનો પરાજય થયો હતો, ત્યારબાદ તેના 25 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. તે સમયે એસકેએમને 17 બેઠકો મળી હતી. પ્રેમ સિંહ તમંગના નેતૃત્વમાં SKM ફરી એકવાર જીત હાંસલ કરવાની આશા રાખી રહી છે.

સિક્કિમમાં મતગણતરી સુચારુ રીતે થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે. સિક્કિમમાં કુલ 32 વિધાનસભા બેઠકો છે, જેમાં ગંગટોક જિલ્લામાં નવ બેઠકો, નામચીમાં સાત, પાક્યોંગમાં પાંચ, સોરેંગ અને ગ્યાલશિંગમાં ચાર-ચાર અને મંગનમાં ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે. સિક્કિમ ચૂંટણીના પરિણામો બપોર સુધીમાં સ્પષ્ટ થવાની ધારણા છે. સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો સંબંધિત તમામ અપડેટ નીચે આપેલા કાર્ડમાં વાંચી શકાય છે.

ઓછું

15:00 PM (IST)  •  02 Jun 2024

Sikkim Assembly Results: પ્રેસ સિંહ તમાંગ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે

સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ પ્રેમ સિંહ તમંગ થોડા સમયમાં રાજભવન જવાના છે, જ્યાં તેઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. તેમની પાર્ટી સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ 32માંથી 31 બેઠકો જીતી છે.

14:35 PM (IST)  •  02 Jun 2024

Sikkim Assembly Election Result: SKMએ સિક્કિમમાં 29 બેઠકો જીતી

મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગની પાર્ટી SKMએ 32માંથી 29 બેઠકો જીતી છે, જ્યારે તે બે બેઠકો પર આગળ ચાલી રહી છે. આ વખતે ચૂંટણીમાં SKMએ સિક્કિમમાં જોરદાર જીત મેળવી છે.

14:03 PM (IST)  •  02 Jun 2024

Sikkim Election 2024 Result: SKM સિક્કિમમાં જોરદાર જીત તરફ આગળ વધી રહ્યું છે

સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) એ 32માંથી 26 બેઠકો જીતી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પાર્ટી અત્યારે 5 સીટો પર આગળ છે. SKM રાજ્યમાં જોરદાર જીત તરફ આગળ વધી રહી છે.

12:52 PM (IST)  •  02 Jun 2024

Sikkim Assembly Election Result: એસકેએમને બહુમતી મળી

સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પ્રેસ સિંહ તમંગના સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)ને બહુમતી મળી છે. પાર્ટીએ 18 બેઠકો જીતી છે. 32 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 17 બેઠકોની જરૂર હતી.

12:28 PM (IST)  •  02 Jun 2024

Sikkim Election Result: સીએમ પ્રેમ સિંહ 7 હજાર મતોથી જીત્યા

સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ રેનોક બેઠક પરથી 7 હજારથી વધુ મતોથી જીત્યા છે. હાલમાં તેઓ સોરેંગ-ચકુંગ વિધાનસભામાં આગળ છે. આ વખતે સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) ચીફ તમંગ બે સીટો પર ચૂંટણી લડી રહ્યા છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
Embed widget