શોધખોળ કરો
ચૂંટણીમાં પોતાની માંને જીતાડવા મેદાનમાં ઉતરી સોનાક્ષી સિન્હા, આજે લખનઉમાં કરશે રૉડ શૉ
સોનાક્ષી સિન્હાની માતા પૂનમ સિન્હા તાજેતરમાંજ સમાજવાદી પાર્ટીમાં જોડાઇ છે, અને લખનઉથી બીજેપીના દિગ્ગજ નેતા રાજનાથ સિંહને ટક્કર આપી રહી છે. વળી, પાર્ટીમાં જોડાયના પિતા શત્રુઘ્ન સિન્હા પટના સાહિબથી કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડી રહ્યાં છે
![ચૂંટણીમાં પોતાની માંને જીતાડવા મેદાનમાં ઉતરી સોનાક્ષી સિન્હા, આજે લખનઉમાં કરશે રૉડ શૉ Sonakshi sinha's roadshow in Lucknow for lok sabha election ચૂંટણીમાં પોતાની માંને જીતાડવા મેદાનમાં ઉતરી સોનાક્ષી સિન્હા, આજે લખનઉમાં કરશે રૉડ શૉ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/03110214/Sonakshi-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે દરેક પક્ષોએ પોતા પોતાના દમદાર નેતાઓની સાથે અભિનેતાઓને પણ મેદાનમાં ચૂંટણી પ્રચાર માટે ઉતારી દીધા છે. આ બધાની વચ્ચે પોતાની માંને જીતાડવા માટે એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ખુદ મેદાને ઉતરી છે. સોનાક્ષીની માતા પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીની ટિકીટ પર લખનઉથી ચૂંટણી લડી રહી છે.
બૉલીવુડની અદાકારા સોનાક્ષી સિન્હા આજે યુપીની રાજધાની લખનઉમાં એક જંગી રૉડ શૉ કરી રહી છે. આ રૉડ શૉ પોતાની માતાના સમર્થનમાં મત માગવા માટે કરી રહી છે. સવારે 11 વાગે લખનઉથી રૉડ શૉ શરૂ થશે.
સોનાક્ષી સિન્હાની માતા પૂનમ સિન્હા તાજેતરમાંજ સમાજવાદી પાર્ટીમાં જોડાઇ છે, અને લખનઉથી બીજેપીના દિગ્ગજ નેતા રાજનાથ સિંહને ટક્કર આપી રહી છે. વળી, પાર્ટીમાં જોડાયના પિતા શત્રુઘ્ન સિન્હા પટના સાહિબથી કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, આજે લખનઉમાં સોનાક્ષી સિન્હા રૉડ શૉ કરી રહી છે, તો સામે ગૃહમંત્રી રાજનાથ સિંહ અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ લખનઉમાં ચૂંટણી રેલી કરી રહ્યાં છે.
![ચૂંટણીમાં પોતાની માંને જીતાડવા મેદાનમાં ઉતરી સોનાક્ષી સિન્હા, આજે લખનઉમાં કરશે રૉડ શૉ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/03110200/Sonakshi-02-300x169.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)