શોધખોળ કરો
છેલ્લો તબક્કોઃ સની દેઓલ, શત્રુઘ્ન, કિરણ ખેર સહિત આ ફિલ્મી સિતારોની કિસ્મત દાવ પર
આ તબક્કામાં અનેક ફિલ્મી સિતારાઓ મેદાનમાં છે. જેમાં ખાસ ગુરુદાસ પુર બેઠક પરથી બીજેપી ઉમેદવાર સની દેઓલ ચર્ચામાં છે. ઉપરાંત પટના સાહિબ પરથી શત્રુઘ્ન સિન્હા અને ચંદીગઢ બેઠક પરથી કિરણ ખેર મેદાનમાં છે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં આજે સાતમો અને અંતિમ તબક્કા માટે 59 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. સાતમા તબક્કામાં પંજાબ અને ઉત્તર પ્રદેશની 13-13, બિહાર અને મધ્ય પ્રદેશની 8-8, પશ્ચિમ બંગાળની 9 બેઠકો પર દાવ ખેલાઇ રહ્યો છે. ઉપરાંત હિમાચલની ચાર, ઝારખંડની ત્રણ અને ચંડીગઢની બેઠક સામેલ છે. આ તબક્કામાં અનેક ફિલ્મી સિતારાઓ મેદાનમાં છે. જેમાં ખાસ ગુરુદાસ પુર બેઠક પરથી બીજેપી ઉમેદવાર સની દેઓલ ચર્ચામાં છે. ઉપરાંત પટના સાહિબ પરથી શત્રુઘ્ન સિન્હા અને ચંદીગઢ બેઠક પરથી કિરણ ખેર મેદાનમાં છે. વળી, પ્રખ્યાત ભોજપુરી ફિલ્મ સ્ટાર રવિ કિશન ગોરખપુરથી લડી રહ્યો છે, ફેમસ કૉમેડિયન ભગવંત માન પંજાબના સંગરુર બેઠક પરથી મેદાનમાં છે.
વધુ વાંચો





















