શોધખોળ કરો

તેલંગણા ચૂંટણી પરિણામ: TRS બહુમતી તરફ, ચંદ્રશેખર રાવ ફરી સરકાર રચશે

હૈદરાબાદ: તેલંગણામાં તેલંગણા રાષ્ટ્ર સમિતિના વડા કેસીઆર રાવ ફરીથી તેલંગણામાં સરકાર રચશે. તેલંગણા વિધાનસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણમાં વિધાનસભાની 119 બેઠકોમાંથી ટીઆરએસ 94 બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે કોગ્રેસ 15 અને ભાજપ 2 અને અન્ય આઠ  બેઠકો પર આગળ ચાલી રહી છે. પ્રારંભિક વલણમાં ટીઆરએસના કાર્યકર્તાઓ ખુશીઓ મનાવી રહ્યા છે. હૈદરાબાદમાં પાર્ટીના હેડક્વાર્ટર બહાર હજારોની સંખ્યામાં કાર્યકર્તા એકઠા થયા છે. ચંદ્રશેખર રાવ જિંદાબાદના નારા લગાવી રહ્યા છે. કાર્યકર્તાઓ મિઠાઇઓ વહેંચી ડાન્સ કરી ઉજવણી કરી રહ્યા છે. કોગ્રેસ પ્રદેશ કોગ્રેસ કમિટીના નેતા ઉત્તર કુમાર રેડ્ડીએ ઇવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, ઇવીએમ વોટિંગમાં ગરબડ થવાની આશંકા છે. કોગ્રેસના તમામ નેતાઓ ફરિયાદ કરશે. તેલંગણામાં 7 ડિસેમ્બરના મતદાન યોજાયું હતું જેમાં 67 ટકા મતદાન થયું હતું. મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે સમય પહેલા વિધાનસભા ચૂંટણી કરાવવા સપ્ટેમ્બરમાં વિધાનસભા ભંગ કરી હતી અને ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતા. તેલંગણામાં સત્તારૂઢ તેલંગણા રાષ્ટ્ર સમિતિનું સૌથી મોટી પાર્ટી બનવું નક્કી છે. પરંતુ વિપક્ષી ગઠબંધન પ્રજા કુટમી અટલે કે પીપલ્સ અલાયન્સથી ટક્કર મળી શકે છે. ટીઆરએસને વિપક્ષી ગઠબંધનથી હૈદરાબાદમાં ટક્કર મળી શકે છે. કારણ કે અહીં વિપક્ષી ગઠબંધન વધારે મજબૂત છે. ઉતર તેલંગણાની 50 બેઠકો પર ટીઆરએસને હરાવવું મુશ્કેલ છે, કારણ કે 2014માં આ પાર્ટીનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. જ્યારે દક્ષિણ તેલંગણાની 60થી વધારે બેઠકો પર વિપક્ષી ગઠબંધનની જીતની સંભાવના વધારે છે. રાજ્યની 119 બેઠકોમાંથી 100 બેઠકો પર ટીઆરએસ અને પ્રજા કુટમી વચ્ચે સીધી ટક્કર છે. આ સાથે જ મુસ્લિમ વોટ બેંકના સમર્થન વાળી AIMIMની ગત વિધાનસભા ચૂંટણીમાં જીતેલી 7 બેઠકો પર દબદબો છે. તેલંગણા વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ટીઆરએસની સત્તામા પરત ફરવાના સંકેત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

Embed widget