Lok Sabha Election Result 2024: ભારતને વિશ્વ કપ જીતાડનાર બે પૂર્વ ક્રિકેટરોની એક જ પાર્ટીમાંથી જીત
Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. બીજેપીને 241 બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને 99 બેઠકો મળી છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 29 બેઠકો મળી છે. આ બેઠકોમાં બે પૂર્વ ક્રિકેટરોએ પણ જીત મેળવી છે.
Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. બીજેપીને 241 બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને 99 બેઠકો મળી છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 29 બેઠકો મળી છે. આ બેઠકોમાં બે પૂર્વ ક્રિકેટરોએ પણ જીત મેળવી છે. આ બન્ને ક્રિકેટરો વિશ્વ કપ વિજેતા ટીમમો ભાગ રહી ચૂક્યા છે. કિર્તી આઝાદ 1983 વિશ્વ કપ વિજેતા ટીમના સભ્ય હતા જ્યારે યુસુફ પઠાણ 2011 વિશ્વ કપ વિજેતા ટીમના સભ્ય હતા.
યુસુફ પઠાણે કોંગ્રેસના દિગ્ગજ નેતાને મોટા માર્જીનથી હરાવ્યા
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણે પ્રથમ વખત લોકસભા ચૂંટણી 2024 લડી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની બેઠક પરથી ચૂંટણી લડીને, તેમણે 59,351 મતોના માર્જિનથી વિશાળ જીત નોંધાવી છે. તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હરાવવામાં સફળ થયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નિર્મલ કુમાર સાહા ત્રીજા સ્થાને છે. અધીર રંજન 1999થી બહેરામપુર સીટથી સાંસદ હતા, પરંતુ આ વખતે યુસુફ પઠાણ બહેરામપુર સીટથી જીત્યા છે. ભારતના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, યુસુફ પઠાણને 4,08,240 મત મળ્યા છે.
યુસુફ પઠાણ પહેલા પણ ઘણા ભારતીય ક્રિકેટરો ચૂંટણી મેદાનમાં ઉતરી ચુક્યા છે. પરંતુ નવજોત સિંહ સિદ્ધુ, ગૌતમ ગંભીર, કીર્તિ આઝાદ, મોહમ્મદ અઝહરુદ્દીન અને ચેતન ચૌહાણ એકમાત્ર એવા ક્રિકેટર હતા જેઓ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ સંસદનો ભાગ બન્યા છે. હવે આ યાદીમાં યુસુફ પઠાણનું નામ પણ જોડાઈ ગયું છે.
ત્રીજી વખત સંસદમાં પહોંચ્યા કીર્તિ આઝાદ
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી કીર્તિ આઝાદે લોકસભા ચૂંટણી જીતી લીધી છે. વાસ્તવમાં કીર્તિ આઝાદ ત્રીજી વખત લોકસભા પહોંચ્યા છે. આ પહેલા કીર્તિ આઝાદ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર બિહારની દરભંગા લોકસભા સીટ પરથી બે વખત જીત્યા હતા. જોકે, હવે કીર્તિ આઝાદ પશ્ચિમ બંગાળની બર્ધમાન દુર્ગાપુર સીટ પરથી ટીએમસીમાંથી જીત્યા છે. આ રીતે ટીએમસીની ટિકિટ પર જીત મેળવનાર કીર્તિ આઝાદ બીજા ક્રિકેટર છે. આ પહેલા યુસુફ પઠાણ ટીએમસીની ટિકિટ પર જીત્યા હતા.
કીર્તિ આઝાદ ત્રીજી વખત સાંસદ બન્યા
કીર્તિ આઝાદે પશ્ચિમ બંગાળની બર્ધમાન દુર્ગાપુર બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર તરીકે મોટી જીત નોંધાવી છે. કીર્તિ આઝાદે દિલીપ ઘોષને હરાવ્યા હતા. દિલીપ ઘોષને 720667 વોટ મળ્યા, જ્યારે દિલીપ ઘોષને 582686 વોટ મળ્યા. આ રીતે કીર્તિ આઝાદે દિલીપ ઘોષને 37981 મતોના જંગી અંતરથી હરાવ્યા હતા. જ્યારે આ સીટ પર સીપીએમ ઉમેદવાર સુકૃતિ ઘોષાલ ત્રીજા ક્રમે છે. તમને જણાવી દઈએ કે કીર્તિ આઝાદ કોંગ્રેસ છોડીને ટીએમસીમાં જોડાયા હતા. આ પછી TMCએ તેમને બર્ધમાન દુર્ગાપુરથી પોતાના ઉમેદવાર બનાવ્યા.
કીર્તિ આઝાદની કારકિર્દી આવી રહી હતી
કીર્તિ આઝાદની કારકિર્દી પર નજર કરીએ તો આ ખેલાડીએ 7 ટેસ્ટ મેચ સિવાય 25 ODI મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જો કે કીર્તિ આઝાદની કારકિર્દી બહુ યાદગાર રહી ન હતી. ભારતીય ટીમે 1983માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. કીર્તિ આઝાદ પણ તે ભારતીય ટીમનો ભાગ હતા. ટેસ્ટ ફોર્મેટમાં કીર્તિ આઝાદના નામે 135 રન છે. જ્યારે ODI ફોર્મેટમાં 269 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે બંને ફોર્મેટને જોડીને 10 વિકેટ લીધી હતી.